પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સાહેબ નાઓની સુચનાથી જીલ્લામાં ઘરફોડ ચોરીની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય.જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી કે.એચ.સુર્યવંશી સાહેબ તથા હિંમતનગર વિભાગના ઇન્ચાર્જ સી.પી.આઇ શ્રી વાય.ઝે.રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ એ.એન.ગઢવી સાહેબ તથા “ડી” સ્ટાફ ના માણસો આ દિશામાં સખત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ.
ગઇ તા.૨૪/૦૯/૨૦૨૦ ના રોજ હિંમતનગર ભાટ વાસમાંથી સ્વીફ્ટ ગાડી નંબર-GJ.01.RG.8651 અજણ્યો ચોર ઇસમ ફરીયાદી તથા સાહેદોના બકરા નંગ-૫ કારમાં નાખી ચોરી કરી લઇ ગયેલ જે બાબતનો ફર્સ્ટ ગુન્હા રજી.નં ૧૧૨૦૯૦૫૬૨૦૧૦૧૫/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો તા.૨૯/૦૯/૨૦૨૦ ના રોજ દાખલ થયેલ જે ગુન્હાની તપાસ ચાલુ હતી દરમ્યાન અ.હેડ.કોન્સ. કૃષ્ણસિંહ કાળુસિંહ તથા અ.પો.કો. મિતરાજસિંહ રણજીતસિંહ નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે ભાટ વાસમાંથી બકરા ચોરી કરી ગયેલ બે ઇસમો સ્વીફ્ટ ગાડી નંબર-GJ.01.RG.8651 ની લઇ મોતીપુરા થી બસ સ્ટેન્ડ તરફ આવનાર છે જે હકીકત આધારે ગાડી સાથે આરોપીઓ (૧) મુકેશભાઇ શનાભાઇ તળપદા રહે.મેરોડ મજુર,નડીયાદ તા.જી.ખેડા તથા (૨) હિતેશભાઇ સુરેભાઇ તળપદા રહે.મફતલાલ મિલની સામે ખાણમાં,નડીયાદ તા.જી.ખેડા વાળાનાઓને પકડી પુછપરછ કરતા પોતે સદરહુ ગાડીમાં બકરા ચોરીની કબુલાત કરતા જે બંન્ને ઇસમોને કોવીડ-૧૯ નો ટેસ્ટ કરાવી તેઓના ટેસ્ટ નેગેટીવ આવતાં બંન્નેને અટક કરવામાં આવેલ આમ બકરા ચોરીનો ગુન્હો દાખલ થયાના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલવામાં હિંમતનગર બી.ડીવીઝન પોલીસને સફળતાં મળેલ છે.

અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા.