ગાંધીનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ સાબરકાંઠા પોલીસ અધિક્ષકશ્રી ચૈતન્ય મંડલિક સાહેબ અે સાબરકાંઠા જીલ્લામા પ્રોહીબિશન તથા જુગારની બંદી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ તે અનુસંધાને ઇડર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.અેમ.ચૌહાણના માગૅદશૅન હેઠળ ઇડર પો.ઇ.અેમ.ડી.ઝાલા તથા સવૅલન્સ સ્ટાફના અ.હે.કો ભુપેન્દ્રસિહ તથા અ.પો.કો. નિકુલસિંહ તથા અ.પો.કો. જયદિપસિંહ તથા અ.પો.કો આશિષકુમાર પેટ્રોલીંગમા હતા દરમ્યાન અ.પો.કો. નિકુલસિંહ તથા અ.પો.કો. જયદિપસિંહ ને ખાનગી બાતમી મળેલ કે અેક અલ્ટો ગાડી નં GJ-02-R-6222 મા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ભીલોડા થઇને ઇડર તરફ આવનાર છે તે બાતમી આધારે પંચો સાથે કુકડીયા પાટીયા પાસે જઇ નાકાબંધી કરી બાતમીવાળી અલ્ટો ગાડી આવતા તેને રોડ બ્લોક કરી તે ગાડી રોકી ગાડીના ચાલકે ગાડી રોડની સાઇડમા ઉભી કરી ગાડીનો ચાલક ગાડીમાથી ઉતરી નાસવા લાગતા પોલીસે કોડૅન કરી પકડી ગાડીમાં પાછળની સીટ નીચે પેટ્રોલની ટાકીમા સીસ્ટમ બનાવી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ માકાૅની છુટી બોટલો નંગ-૧૬૨ કિ.રૂ.૨૫,૧૪૦ અલ્ટો ગાડી કિ.રૂ. ૧,૫૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦ મળી કુલ કિ.રૂ. ૧,૭૫,૬૪૦ નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલો ઇસમ વિશાલભાઇ લખમીચંદ જુમાણી રહે. કુબેરનગર, અમદાવાદ તથા મુદ્દામાલ ભરી આપનાર રાહુલ રતીલાલ ભગોરા રહે ભુતાવડ છાપરા ધોલવાણી તા ભીલોડા વિરુદ્ધ પ્રોહીબિશન અેક્ટ મુજબ ગુન્હો નોધી પકડાયેલ ઇસમના રીમાન્ડ મેળવવા કાયૅવાહી હાથ ધરી હતી.

  • રીપોર્ટ : જગદીશ સોલંકી સાબરકાંઠા