ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકી વિદેશીમંત્રી એન્ટની બ્લિન્કન સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં તેલની કિંમતોને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર હાલની અમેરિકાની મુલાકાતે છે. રાજધાની વોશિગ્ટન ડીસીમાં અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિન્કન સાથેની સંયુક્ત પ્રેસ મંત્રણામાં વિદેશમંત્રી જયશંકરે ક્રૂડ ઓઈલની વધી રહેલી કિંમતોને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિન્કનને કહેતા જયશંકર બોલ્યાં કે અમે ક્રૂડ ઓઈલની કિંમત અંગે ચિંતિત છીએ. ક્રૂડની કિંમત અમારી કમર તોડી રહી છે. આ અમારે માટે સૌથી મોટી ચિંતા છે. રશિયાને સંભળાવતા જયશંકરે કહ્યું કે આ યુદ્ધનો યુગ નથી.
- Advertisement -
US | We've concerns about the price of oil. The price of oil is breaking our back. This is our big concern: EAM Dr S Jaishankar pic.twitter.com/X6Di94KxmX
— ANI (@ANI) September 27, 2022
- Advertisement -
યુદ્ધનો સમય નથી તેવી પીએમ મોદીની વાત સાચી- અમેરિકી વિદેશમંત્રી
અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિન્કને યુક્રેન-રશિયા પર પીએમ મોદીએ કરેલી ટીપ્પણીને આવકારી હતી. પીએમ મોદીએ થોડા દિવસે પહેલા યુક્રેન- રશિયા યુદ્ધ પર બોલતાં કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી. અમેરિકાએ પીએમ મોદીના આ નિવેદનની પ્રશંસા કરી છે. એન્ટની બ્લિન્કને પોતાના ભાષણમાં કહ્યું કે હું પીએમ મોદીએ જે કહ્યું તે ભારપૂર્વક કહેવા માગું છું. બ્લિન્કને કહ્યું કે પીએમ મોદીની વાત કે આ યુદ્ધનો સમય નથી તે સાચી છે.
US | I really want to emphasize on what PM Modi said, I think he captured, as well as anyone I have heard, fundamentally what this moment is about as he said, this is not an era, the time for war & we could not agree more: US Secretary of State Antony Blinken pic.twitter.com/XgNcPMP0pk
— ANI (@ANI) September 27, 2022
જયશંકરના ભાષણની મુખ્ય વાતો
– જયશંકરે કહ્યું કે અમે 2,000 ડોલરનું માથાદીઠ અર્થતંત્ર ધરાવીએ છીએ. અમને તેલના ભાવ વિશે ચિંતા છે. તેલના ભાવ આપણી કમર તોડી રહ્યા છે. આ અમારી મોટી ચિંતા છે.
– વિકાસશીલ દેશોમાં તેમની ઉર્જાની જરૂરિયાતોને કેવી રીતે ધ્યાન આપવામાં આવે છે તે અંગે ખૂબ જ ઉંડી ચિંતા છે.
– આપણે કટ્ટરવાદ, ઉગ્રવાદ અને કટ્ટરવાદનો સામનો કરવો પડશે.
– ભારત અને અમેરિકા વધારે સ્થિતિસ્થાપક અને ભરોસાપાત્ર સપ્લાય ચેઇનને પ્રોત્સાહન આપવામાં મજબૂત રસ ધરાવે છે.
– અમે બહુપક્ષીય અને બહુપક્ષીય બંધારણોમાં સાથે મળીને કામ કરવાની ચર્ચા કરી.