રૂ.8.05 લાખના દંડની વસૂલાત કરાઇ: ઓવરલોડ, ઓવર ડાયમેન્શન, હેલ્મેટ, એલઇડી લાઇટ, લાયસન્સ વિના ડ્રાઇવિંગ સહિતના કુલ 1211 કેસોમાં RTO કચેરીએ રૂ.48 લાખથી વધુનો દંડ વસૂલ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
આરટીઓ કચેરી દ્વારા છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને હાઇવે ઉપર ઓવર સ્પીડ દોડતા વાહનો ઉપર તવાઈ ઉતારવામાં આવી છે અને ઓવર સ્પીડ તથા ભયજનક રીતે દોડતા વાહનોને ઝડપી લઇ આકરો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
આ ઝુંબેશ ગત જુન માસ દરમિયાન યથાવત રહેવા પામી હતી અને રાજકોટ જિલ્લા આરટીઓ તંત્રએ 400થી વધુ ઓવર સ્પીડ અને ભયજનક રીતે ચાલતા વાહનોને ઝડપી લીધા હતા આ અંગેની રાજકોટ જિલ્લા આરટી કચેરીના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત માસ દરમિયાન આરટીઓ તંત્રની જુદી-જુદી ટીમો દ્વારા હાઇવે ઉપર કરાયેલા ચેકીંગ દરમિયાન કુલ 403 જેટલા ઓવર સ્પીડ અને ભયજનક રીતે ડ્રાઇવીંગ કરતા વાહનોને ઝડપી લીધા હતા અને ઓવર સ્પીડ તથા ભયજનક રીતે હંકારનાર વાહન ચાલકોને રૂ.8.05 લાખનો દંડ ફટકારવામાં આવેલ હતો.
- Advertisement -
વધુ આરટીઓ કચેરીના સુત્રોમાંથીમળતી વિગતો મુજબ ગત માસ દરમિયાન ઓવરલોડના 161 કેસોમાં 21.65 લાખ ઓવરડાયમેન્સના 27 કેસોમાં 1.73 લાખ, ક્લેન્ડેસ્ટાઇન ઓપરેશનના 41 કેસોમાં રૂ.4100તેમજ ટેક્સ વગર ચાલતા વાહનોના 18 કેસોમાં રૂ.3.48 લાખ જ્યારે રેડીયમ રીફ્લેક્ટર વ્હાઇટ લાઇટ એલઇડી તથા રોંગલેન્ડ ડ્રાઇવીંગ વગેરેના 10 કેસોમાં રૂ.1100નો દંડ વસુલાયો હતો.
આ ઉપરાંત ફીટનેશ વિમા વગરના વાહનોના 151 કેસોમાં 4.97 લાખ તથા હેલ્મેટ, સીટબેલ્ટ અને પીયુસી વગરના વાહનોના 205 કેસોમાં 1.32 લાખ રૂપ્ડ એન્ડ શુષ્ઠના 66 કેસોમાં રૂ.66 હજાર જ્યારે ડ્રાઇવીંગ લાયસન્સ વિના વાહન ચલાવવાના 109 કેસોમાં 2.14 લાખ અને અન્ય ગુનામાં 11 કેસોમાં રૂ.11 હજારનો દંડ વૂસલવામાં આવેલ હતો. એકંદરે ગત માસ દરમિયન જુદા-જુદા 1211 કેસોમાં રૂ.48.03 લાખના દંડની વસૂલાત આરટીઓ તંત્રએ કરી હતી.