રાજકોટના ઉદ્યોગપતિના દીકરાનો રજવાડી બગીમાં વરઘોડો, વિન્ટેજ કાર અને હાથીઓએ આકર્ષણ જમાવ્યું, મહેમાનો 18 હજારની થાળી જમ્યા : ગઈકાલે ત્રીજા અને અંતિમ દિવસે જય અને હેમાંશીનો લગ્ન સમારંભ યોજાયો.
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીના પુત્ર જયના લગ્ન મોરબીના ઉદ્યોગપતિ અરવિંદભાઈ જીવાણીની પુત્રી હેમાંશી સાથે જોધપુરના ઉમેદભવન પેલેસ ખાતે કરવામાં આવ્યા છે, જેમાં ત્રિ-દિવસીય ફંક્શન પૂર્ણ થતાં તમામ પરિવારજનો અને આમંત્રિત મહેમાનો ફરી રાજકોટ પરત ફરશે. ગઈકાલે ત્રીજા અને અંતિમ દિવસે જય અને હેમાંશીના લગ્ન યોજાયા હતા, જેમાં રજવાડીસ્ટાઇલથી હાથી ઘોડા અને ઊંટ તેમજ બેન્ડ તથા નગારાં સાથે જાન લગ્નમંડપ સુધી પહોંચી હતી.

- Advertisement -
જાજરમાન લગ્નપ્રસંગના પ્રથમ દિવસે સાંજે મહેંદી તેમજ સંગીતની રસમ યોજાઈ હતી, જેમાં રાજસ્થાની રજવાડી લુક આપવામાં આવ્યો હતો. 3.15થી 6.15 વાગ્યા સુધી ઉમેદભવન પેલેસના લાન્સર લોન્સ ખાતે મહેંદી રસમ અને બાદ સાંજના 6.15 વાગ્યે ફ્રન્ટ લોન્સ ખાતે દ્વારિકાધીશની આરતી અને રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતની જાણીતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારે પોતાના સૂર રેલાવ્યા હતા.

ગઈકાલે સાંજે 7.30 વાગ્યે હસ્તમેળાપ થયો, ત્રિદિવસીય જાજરમાન લગ્નના આયોજનમાં ગઇકાલે ત્રીજા અને અંતિમ દિવસે, એટલે કે મંગળવારે સાંજે જય અને હેમાંશીના લગ્ન યોજાયા હતા. ઉમેદભવન પેલેસના બારાદરી લોન ખાતે સાંજના 3.45 વાગ્યે રજવાડી સ્ટાઇલથી હાથી, ઘોડા, ઊંટ તેમજ નગર તથા બેન્ડ સાથે જાન પ્રસ્થાન થઇ હતી અને વાજતેગાજતે જાન લગ્નમંડપ સુધી પહોંચી હતી ત્યાર બાદ સાંજના 7.30 વાગ્યે હસ્તમેળાપ યોજવામાં આવ્યો અને રાત્રિના સમયે ફેરાફેરી અગ્નિની સાક્ષીએ હેમાંશી પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં.
- Advertisement -




