રિયાની આજે એટલે કે 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ રિયાને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવશે. મેડિકલ ટેસ્ટ સાંજે 4.30 વાગ્યાની આસપાસ થશે. સતત ત્રણ NCBએ રિયાની પૂછપરછ કરી હતી. આ પહેલાં સોમવાર, સાત સપ્ટેમ્બરના રોજ રિયાની આઠ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. છેલ્લાં બે દિવસમાં રિયાની 14 કલાક પૂછપરછ થઈ હતી. ડ્રગ્સ કેસમાં રિયાનો ભાઈ શોવિક પહેલેથી જ NCBની કસ્ટડીમાં છે.

ડ્રગ્સ કેસમાં NCBની સૌથી મોટી કાર્યવાહી
ડ્રગ્સ કેસમાં NCBએ સૌથી મોટી કાર્યવાહી કરી છે. સૂત્રોના મતે, NCBએ ડોઝિયર તૈયાર કર્યું છે, જેમાં બોલિવૂડના 25 કલાકારોના નામ સામેલ છે. ટૂંક સમયમાં NCB બોલિવૂડ કલાકારોને સમન્સ પાઠવશે. આ લિસ્ટ રિયા-શોવિક, ડ્રગ્સ પેડલર્સ તથા ઈલેક્ટ્રોનિક ડિવાઈસની તપાસ બાદ તૈયાર કરવામાં આવ્યું છે.

આ પહેલાં સુશાંતના ફાર્મહાઉસ NCBની ટીમ ગઈ હતી
રિયાની ધરપકડ થાય તે પહેલાં NCBની ટીમ સુશાંતના ફાર્મહાઉસ પાવના માટે ગઈ હતી. ફાર્મહાઉસની તપાસ કરવામાં આવશે.

ત્રીજા દિવસે રિયાએ ડ્રગ્સ લેવાની પૂછપરછ કરી
રિયા ચક્રવર્તીની ત્રીજા દિવસે NCBએ પૂછપરછ કરી હતી. આજે (8 સપ્ટેમ્બર) રિયાએ પહેલી જ વાર કબૂલ કર્યું કે તેણે ડ્રગ્સ લીધું હતું. આ પહેલા રિયાએ કહ્યું હતું કે તેણે ક્યારેય ડ્રગ્સ લીધું નથી. રિયાએ તે બોલિવૂડ પાર્ટીઓના નામ આપ્યા છે, જ્યાં તે ડ્રગ્સ લેતી હતી. NCB હવે સુશાંતના કો-સ્ટાર્સ તથા એક્ટર્સને પણ સમન્સ પાઠવશે.