દક્ષિણપંથી નેતા હાવિયર મિલઇ અર્જેન્ટિનાના રાષઅટ્રપતિ બનવા જઇ રહ્યા રહ્યા છે. જો કે, રવિવારના રોજ રાષઅટ્રપતિ પદ માટે થયેલા મતદાનમાં 55.8 ટકા વોટ તેમને મળ્યા હતા. તેઓ આર્જન્ટિનાના નાણાં મંત્રી તેમજ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સર્જિયો માસાને 44.2 ટકા વોટ મળ્યા હતા. અર્જેન્ટિનામાં હાવિયર મિલઇ અને તેમની પાર્ટીના સમર્થકોએ ઉજવણી પણ શરૂ કરી દીધી છે.
આર્થિક સંકટ અને મોંઘવારી મહત્વના ચુંટણી મુદા રહ્યા
મીડિયા રિપોર્ટસ અનુસાર, હાવિયર મિલઇ અર્જન્ટિનાના રાજનૈતિક પાર્ટી લા લિબર્ટાડ અવાન્જાના નેતા છ. મિલઅએ પોતાના ચુંટણી પ્રચાર દરમ્યાન મતદાતાઓને વચન આપ્યું છે કે, આર્થિક સંકટનો સામનો કરી રહેલા આર્જન્ટિનામાં તેઓ મોટા પાયા પર આર્થિક પરિવર્તન કરશે. સાથે મિલઇએ રાજનૈતિક સ્તર પર પણ સુધારા કરવાનું વચન આપ્યું છે. સર્જયો માસાએ પોતાની હાર સ્વીકારી લીધી છે અને હાવિયર મિલઇ દેશના નવા રાષ્ટ્રપતિ બનવાના અભિનંદન મેળવી રહ્યા છે. અર્જન્ટિનામાં ચુંટણી દરમ્યાન અર્થવ્યવસ્થા તેમજ મોંઘવારી મોટા મુદા છે. અર્જન્ટિનામાં મોંઘવારી 140 ટકા સુધી વધી રહ્યો છે.
- Advertisement -
ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિના રૂપે શપથ લઇ શકે છે
22 ઓક્ટોમ્બર 1970ના રોજ હાવિયર મિલઇનો જન્મ બ્યૂનર આયર્સમાં થયો હતો. યૂનિવર્સિટી ઓફ બેલગ્રાનોથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી મિલઇએ અર્થશાસ્ત્રમાં મોસ્ટર તેમજ ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે. મિલઇ રાજકારણમે આવતા પહેલા કેટલીય યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર ભણાવી ચૂક્યા છે. મિલઇએ અર્થશાસ્ત્ર અને રાજનીતિ પર કેટલીક બુક્સ લખી છે. મિલઇએ પોતાના ચુંટણી પ્રચાર દરમ્યાન અર્જન્ટિનાની કેન્દ્રિય બેંકને નાબૂદ કરવા તેમજ દેશના આર્થિક ઢાંચામાં આમૂલ પરિવર્તન કરવાનું વચન આપ્યું છે. સાથે જ મિલઇએ ભ્રષ્ટાચાર, ગરીબીને હટાવવા તેમજ અર્જન્ટિનાને આંતરરાષ્ટ્રીય સ્તર પર શાખ વધારવાની વાત કહી છે. ઓગસ્ટમાં થયેલી પ્રાયમરી ચુંટણીમાં મિલઇને 30 ટકા વોટ મળ્યા છે. મિલઇએ 10 ડિસેમ્બર 2023ના રોજ અર્જન્ટિનાના નવા રાષ્ટ્રપતિના રૂપે શપથ લઇ શકે છે. જ્યારે વિક્ટોરિયા વિલારૂએલ અર્જન્ટિનાના નવા ઉપ રાષ્ટ્રપતિ બનશે.