ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરમાં આવેલ શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજનું ઉજ્જવળ પરીણામ પ્રાપ્ત આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બી.કોમ સેમ- 6 માં પ્રથમ ક્રમાંક પર ધાખડા પૃથ્વીબેન બાવકુભાઇ 86.57 ટકા, દ્વિતીય કળસરિયા માધવીબેન બાબુભાઈ 85.57 ટકા, તૃતીય પરમાર ક્રિષ્નાબેન બળવંતભાઇ 84.29 તથા આર્ટ્સ વિભાગમાં પ્રથમ ક્રમાંકે બાંભણિયા ઉર્વશીબેન નાગજીભાઇ 86.86, દ્વિતીય ધાખડા રિદ્ધિબેન નાગજીભાઇ 83.71 તથા તૃતીય ક્રમાંકે વાઘેલા મિત્તલબેન જેરામભાઇ 83.57 ટકા સાથે ઉતીર્ણ થયેલ છે. મહતમ ડિસ્ટિન્શન વર્ગમાં તથા ફર્સ્ટ ક્લાસ વર્ગમાં ઉતીર્ણ થયેલ છે. ઉજ્જવળ રિઝલ્ટ મેળવનાર તમામ બહેનોને કોલેજ ટ્રસ્ટી અનંતભાઇ શાહ, ટ્રસ્ટી ડી.જે ધંધુકિયા, સુકેતુભાઇ શાહ, કેમ્પસ મેનેજર રવિભાઇ વ્યાસ, સેક્રેટરી બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, કેમ્પસ ડાયરેક્ટર ડો.જીગ્નેશભાઇ વાજા, આચાર્ય ડો.રીટાબેન રાવળ સહિત સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ સાથે સહ અભિનંદન પાઠવ્યા હતા..