સાદા ડ્રેસમાં ટીકીટ લઈ મનપાએ સૂચવેલા નિયમોની ચકાસણી કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ટીઆરપી ગેમઝોનની દુર્ઘટના બન્યા બાદ નવા રીંગ રોડ ઉપર મનપા દ્વારા નિર્મિત અટલ સરોવર પણ તાકીદે બંધ કરવામાં આવ્યું હતું તાજેતરમાં જ મનપા દ્વારા અટલ સરોવર ફરી શરુ કરવા નિયમોને આધિન છૂટ આપવામાં આવી હોય ત્યારે એસઓપી પ્રમાણે નિયમ મુજબ સંચાલન થાય છે કે કેમ તે નિહાળવા પોલીસ કમિશનર સાદા ડ્રેસમાં ત્યાં પહોચ્યા હતા અને આગ નાગરિકની જેમ જ ટિકિટ ખરીદી પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ ચકાસી હતી.
- Advertisement -
મનપા દ્વારા નવા નિયમોને આધિન રહી અટલ સરોવર ચાલુ કરવાની સૂચના બાદ લોકોને ફરી એન્ટ્રી આપવામાં આવી રહી છે ત્યારે શહેર પોલીસ કિંમશનર બ્રજેશ ઝાએ આ અટલ સરોવરની આમ નાગરિક તરીકે સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી પોતે સાદા ડ્રેસમાં ત્યાં પહોચ્યા હતા અને ટિકિટ લઇ પ્રવેશ કરી પાર્કિંગ, એન્ટ્રી, એક્ઝીટ સહિતની વ્યવસ્થાઓ જે મનપા દ્વારા સૂચવેલ છે તે મુજબ થાય છે કે કેમ તે સહિતની ચકાસણી કરી હતી આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન સાથે આવેલા સુરક્ષા કર્મીઓને પણ દુર રાખવામાં આવ્યા હતા.