પોલીસ અધિક્ષક બલરામ મીણા એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ ના સીધા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી બ્રાંચના પો.હેઙકોન્સ જયવિરસિહ રાણા, હિતેષભાઇ અગ્રાવત, ધર્મેન્દ્રભાઇ ચાવડા, રણજીતભાઇ ધાધલ, હિતેશભાઈ અગ્રાવત અને દિલીપસિંહ જાડેજા જસદણ વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન બાતમી મળેલ કે અશોકભાઇ જીવણભાઇ પલાળીયા અને જીગ્નેશ વિઠ્ઠલભાઇ ડાભી રહે બન્ને બાખલવડ ગામ તા.જસદણ વાળાઓ શંકાસપદ મો.સા. સાથે નીકળનાર હોય જે હકિકત વોચમાં રહી બન્ને ઇસમો મો.સા. લઇને નીકળતા તેને રોકી મો.સા.ના કાગળો માંગતા નહી હોવાનું જણાવેલ જેથી મો.સાના એન્જીન ચેસીસ નંબર પરથી પોકેટકોપ તેમજ ઇ-ગુજકોપમાં ચેક કરતા મો.સા.ના નંબર GJ-11-LL-8560 મો.સા જુનાગઢ જીલ્લાના બાટવા પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં-11203006200279/2020 IPC કલમ ૩૭૯ ના કામે ચોરી થયેલ મો.સા. હોય જેથી મળી આવેલ હિરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ રજી.નંબર GJ-11-LL-8560 જેની કિ.રૂ.૨૫,૦૦૦/- સી.આર.પી.સી.ક.૧૦૨ મુજબ કબ્જે લઇ બન્ને આરોપી અશોકભાઇ જીવણભાઇ પલાળીયા જાતે કોળી ઉ.વ.-૨૧ રહે બાખલવડ ગામ તા.જસદણ, જીગ્નેશ વિઠ્ઠલભાઇ ડાભી જાતે કોળી ઉ.વ.-૩૦ બાખલવડ ગામ તા.જસદણ વાળા ને સી.આર.પી.સી.ક.૪૧(૧)ડી મુજબ અટક કરી આગળની ધટતી કાર્યવાહી કરવા સારૂ જસદણ પો.સ્ટે સોપી આપેલછે.