ડોક્ટર પાસે સારવાર કરવા ગયેલ હોય ખર્ચ વધી ગયા બાદ પણ સારું ન થતા માનસિક થઈ ગયેલ હોવાનું પોલીસનું તારણ

જુનાગઢ ગઈકાલે આશરે અગિયાર વાગ્યાની આસપાસ ના સુમારે ઝાંઝરડા બાયપાસ ચોકડી પર આવેલ યુનિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડોક્ટર દિવ્યાંગ ભોરણીયાને અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો ફોન કરનાર વ્યક્તિએ તારે જીવતુ રહેવુ હોય તો 50 લાખ રૂપિયા આપી દે બાકી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા ડોક્ટર ને આ વાતથી ઝાટકો લાગ્યો હતો ડોક્ટરે તુરંત જ પોલીસનો સંપર્ક કરતા એલ.સી.બી ની ટીમને આરોપી ને તાત્કાલિક ઝડપી કાર્યવાહી કરવા સુચના મળતાં મોબાઈલ ફોન લોકેશન ના આધારે આરોપીને ગણતરીના સમયમાં વિસાવદરના રૂપાવટી ગામેથી ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર આરોપીએ ર્ડો.દિવ્યાંગ ભાઈ ધીરજલાલ ભોરણીયા પટેલ યુનિક હોસ્પીટલ જૂનાગઢવાળાઓના મો.ફોન નં.૯૭૨૬૩૬૦૦૭૦ ઉપર મો.ફોન નં.૯૯૨૪૧૦૭૩૦૨ ઉપરથી ફોન કરી તારે જીવતુ રહેવું હોય તો રૂપિયા પચાસ લાખ આપવા પડશે તેવી મોટી રકમની માંગણી કરી બળજબરી થી પૈસા કઢાવવા માટે જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કરેલ.આ અંગે તબીબે તાત્કાલિક જૂનાગઢ શહેર બી ડીવીજન પોલીસ સ્ટેશન નો સંપર્ક કરતા પોલીસે આઇ.પી.સી કલમ ૩૮૭, ૫૦૭ મુજબનો ગુન્હો દાખલ કરી તપાસનો દૌર શરૂ કર્યો હતો ઉપરોક્ત ગુન્હા ની ગંભીરતા ધ્યાને લઇ જૂનાગઢ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ ગુનાના આરોપીને તાત્કાલિક પકડી પાડવા સુચના આપવામાં આવતા એલસીબી જૂનાગઢ ના ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.કે.ગોહિલ ના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો દોર શરૂ કરાયો હતો મોબાઇલ ફોનથી ધમકી આપનાર ને ઈસમને તાત્કાલિક પકડી પાડવા અંગત બાતમીદારો દ્વારા તથા ટેકનીકલ સોર્સ ની મદદથી ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, આ ગુન્હાનો આરોપી હરેશ ઉર્ફે હરીરાજગોર ધિરજલાલ મહેતા રહે.રૂપાવટી વાળા હોય અને હાલ તે તેના રૂપાવટી ખાતેના હનુમાનજી મંદિર ની બાજુમાં આવેલા રહેણાંક મકાને હોય, જે ચોક્કસ બાતમી આધારે વિસાવદર તાલુકાના રૂપાવટી ગામે પહોંચી તપાસ કરતા ઉપરોકત ડોક્ટરને ટેલીફોનીક ખંડણી માંગનાર ઇસમ મળી આવતા અટકાયત કરી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી આગળની કાર્યવાહી અર્થે બી ડીવીઝન પોલીસ મથકને સોપવામાં આવ્યો હતો જ્યાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ વ્યક્તિએ અગાઉ ઓપરેશન કરાવેલ હોય જેમાં ઘણો બધો ખર્ચ થયો હોવા છતાં તેમને સારું ન થતા માનસિક લાગી આવેલ હોય તેવું પોલીસને પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું જોકે ડોક્ટરે આ શખ્સ તેમની પાસે સારવાર કરાવવા આવ્યો હોવાનું યાદ ના હોવાનું જણાવ્યું હતું આરોપીનો હાલ કોવીડ-૧૯ નો રિપોર્ટ કરાવી આગળની તજવીજ હાથ ધરવામાં આવશે આ બનાવની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પી.એસ.આઇ વી.કે.ડાકી ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • હુસેન શાહ(જૂનાગઢ)