શાંતિ-સંયમપૂર્વક પોતાની ફરજ નિભાવી રહેલા મહિલા પત્રકાર પર જોર અજમાવ્યું

મોબાઈલ છીનવી લેવા પણ પ્રયાસ : સુનિતાની જેમ જ વિડીયો શૂટિંગ કરાવી ધાક જમાવવા હવાતિયાં

આખી ઘટના ખાસ-ખબર ના કેમેરામાં કેદ : લેડી ચિંગમ પર ઉચ્ચ અધિકારીઓ કાર્યવાહી કરે એ જરૂરી
રાજકોટ/સુરતની લેડી ચિંગમ સુનિતા યાદવના ખેલ જોઈને અન્ય મહિલા પોલીસ કર્મચારીને પણ જાણે ભારે શૂરાતન ચડ્યું તેવું લાગે છે.ખાસ-ખબર ના મહિલા સંવાદાતા અલ્પા ભુવા સાથે આજે રાજકોટની એક લેડી ચિંગમ એ ભયંકર દુર્વ્યવહાર કર્યો હતો અને બળજબરી આચરી હતી તથા તેનો મોબાઈલ આંચકી લેવામાં પણ પ્રયત્ન કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે,આજરોજ “આમ આદમી પાર્ટી”દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવાનો એક કાર્યક્રમ યોજાયો હતો.પાર્ટી દ્વારા એડિશનલ કલેક્ટર પરિમલ પડ્યાને આવેદન અપાઈ રહ્યું હતું ત્યારે સંવાદાતા અલ્પા ભુવા અને કેમેરામેન આ ઘટનાનું કવરેજ કરી રહ્યા હતા.વિવાદનો કોઈ પ્રશ્ન જ નહતો.મહિલા રિપોર્ટર શાંતિપૂર્વક સભ્યતાથી પોતાની ફરજ નિભાવી રહ્યાં હતાં.એવામાં ‘લેડી ચિંગમ’ને અચાનક શૂરાતન ચડ્યું હતું અને તેને સંવાદાતાને ધક્કા મારી બળજબરી કરીને બહાર કાઢ્યા હતા.ગુનેગારો સામે મ્યાઉં મ્યાઉં કરતી આવી ચિંગમ પત્રકારો સામે ટ્રેડ પડે ત્યારે અનેક સવાલો સર્જાયા છે.

લેડી ચિંગમ ને વર્દી નો નશો એવો છે કે,તેને સુરતની બહુ વગોવાયેલી એલ.આર.ડી.ખાખીધારી સુનિતા યાદવની જેમ જ પોતાના સહ કર્મચારીને ઘટનાનો વિડીયો શૂટિંગ કરવા પણ આદેશ આપ્યો હતો.રાજ્યના પોલીસ વાદનો સ્પષ્ટ આદેશ છે કે,વિડીયો શૂટિંગ તથા સોશિયલ મીડિયા વગેરેના ખેલમાં પોલીસ સ્ટાફે ન પડવું.તેમ છતાં ડી.જી.પી.દ્વારા આપાયેલા આદેશોનો પણ લેડી ચિંગમ ઉલાળિયો કર્યો હતો.મહિલા પત્રકારે ચિંગમને તેનું નામ પૂછતાં તેને નેઈમ પ્લેટ ખિસ્સામાં નાખી દીધી હતી અને છેવટ સુધી પોતાનું નામ જણાવ્યું ન હતું.

હદ તો એ છે કે,શાંતિપૂર્વક પોતાની ફરજ નિભાવી રહેલી સંવાદાતા અલ્પાનો મોબાઈલ ઝૂંટવી કેવા પણ લેડી ચિંગમ એ પ્રયત્ન કર્યો હતો.શહેરમાં જુગારની ક્લબો પ્રત્યે,ગુનેગારો પ્રત્યે કુણું વલણ દાખવતા આવા પોલીસ કર્મચારીઓ મીડિયા સાથે અને ખાસ કરીને એક લેડી રિપોર્ટર સાથે જબરદસ્તી કરે ત્યારે પોલીસનું જ નીચું દેખાય તે સ્વાભાવિક છે.આ ઘટના અંગે લેડી ચિંગમ વિરુદ્ધ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પગલાં લેવાય તે જરૂરી છે.