*રોટરી ક્લબ રાજકોટ મીડટાઉન દ્વારા સંચાલિત ડાયાબીટીઝ નિદાન અને સારવાર કેન્દ્ર ‘લલિતાલય’ રાજકોટ માટે કાર્યાન્વિત*
*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે 5 જૂનના રોજ ઈ-લોકાર્પણ કરવામાં આવશે*
- Advertisement -
*4 માળ અને 18,000 સ્કવેર ફિટમાં ફેલાયેલું ગુજરાતનું એક્સક્લુઝિવ અદ્યતન ડાયાબીટીઝ સેન્ટર*
– ગુજરાતનું સર્વ પ્રથમ સેન્ટર જ્યાં ડાયાબિટીઝના પ્રત્યેક રોગની સારવાર થશે
– રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન 26 વર્ષથી વિવિધ સેવા- સમાજ કલ્યાણના કાર્યોમાં કાર્યરત છે.
– શહેરના મધ્યમાં, એરપોર્ટ રોડ, પેટ્રિઆ સુઈટસ પાસે આકાર પામ્યું છે, આ ડાયાબીટક સેન્ટર
– ડાયાબટીસના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ જેમાં કાર્ડીઓલોજીસ્ટ, ઓપ્થેલ્મોલોજિસ્ટની ટીમ લોકો માટે ખડે પગે કાર્યરત
– એકસ-રે મશીન, સોનોગ્રાફી, ECG, ઇકોકાર્ડીયોગ્રામ અને અન્ય સ્પેશ્યલ સુવિધા આ કેન્દ્રમાં ઉપલબ્ધ
રાજકોટની જાણીતી સેવાભાવી સંસ્થા રોટરી ક્લબ રાજકોટ મીડટાઉન દ્વારા વર્ષોથી સંચાલિત ડાયાબીટીસ નિદાન અને સારવાર કેન્દ્ર ફરી એક વાર, એક ટૂંકા અંતરિયાળ પછી રાજકોટની પ્રજા સમક્ષ હાજર છે. પરમકૃપાળુ ઈશ્વરની મહેર, રાજકોટ મહાનગરપાલિકાના અવિરત સાથ-સહકાર, દાતાઓની કૃપાદ્રષ્ટિ, વડીલો અને શુભેચ્છકોના આશીર્વાદ તેમ જ સામાન્ય જનતાના પ્રેમ-લાગણી ના સુભગ સમનવ્યથી અમો આ કેન્દ્ર જાહેર જનતા ના લાભાર્થે સહર્ષ રજુ કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે આ ગુજરાતના એક્સક્લુઝિવ અદ્યતન ડાયાબીટીઝ સેન્ટરનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે 5 જૂનના રોજ સવારે સવારે 11:45 થી 12:45 વાગ્યે કરવામાં આવશે .
પ્રૉજેક્ટ ચેરમેન કલ્પરાજ મહેતા અને રોટરી રાજકોટ મિડ ટાઉનના મેમ્બર્સના માર્ગદર્શન હેઠળ શહેરની મધ્યમાં ગીત ગુર્જરી સેસાયટી માં 18,000 સ્કવેર ફિટમાંની વિશાળ જગ્યામાં તદ્દન નવા રૂપરંગમાં આ કેન્દ્ર કાર્યરત છે. 4 માળના અદ્યતન કેન્દ્રમાં ડાયાબીટીસ ના નિદાન અને સારવાર માટે ની તમામ સેવા-સુવિધા ઉપલબ્ધ છે. અહીં નિયમિત તપાસ માટે અનુભવી ડાયાબીટોલોજીસ્ટ અને એન્ડોક્રાયનેલોજીસ્ટ તેમજ પ્રખ્યાત ફીઝીશ્યનોની સેવા રોજ મળશે. ડાયાબીટીસમાં આંખ, દાંત, હ્યદય, કીડની, પગ વગેરે મહત્ત્વના અવયવો ની સાર-સંભાળ, ચેક-અપ અને નિયમિત સારવાર માટે દરેક નિષ્ણાંત ડોકટરોની ટીમ હાજર છે. ડાયાબીટીઝ માટે ખોરાક અંગેની માહિતી અને જ્ઞાન ખૂબ જરૂરી છે, જેની માટે અહીં ડાયેટીશ્યનની સેવાનો લાભ પણ મળશે. મેડીકલ વિજ્ઞાનની ક્ષિતિજ સમા આધુનિક સાધનોથી સુસજ્જ લેબોરેટરીમાં લોહી-પેશાબના રીપોર્ટ, હ્યદય-કીડની-લીવર માટેના રીપોર્ટ તેમજ તદ્દન નવા એકસ-રે મશીન, સોનોગ્રાફી, ECG, ઇકોકાર્ડીયોગ્રામ અને અન્ય સ્પેશ્યલ સુવિધા આ કેન્દ્રમાં પ્રાપ્ય છે.
સૌથી મહત્ત્વની બાબત એ છે કે અહીં આ બધી સગવડ-સારવાર સામાન્ય વ્યકિ્ત ને પરવડે તેવા નજીવા દરે ઉપલબ્ધ છે અને તે પણ ગુણવત્તા સભર. ડાયાબીટીઝ કાયમી રોગ હોવાથી અમે બધા દર્દીઓ માટે સૌને પોસાય તેવા દરે વિવિધ સંયોજિત વાર્ષિક સભ્યપદ પેકેજ પણ આપીએ છીએ.
આ સંદેશા દ્વારા રાજકોટની જાહેર જનતાને તેમજ ખાસ કરીને જૂના ડાયાબીટીસ કેન્દ્રના કાયમી- વાર્ષિક સભ્યોને અપીલ- અનુરોધ કરવામાં આવે છે કે આપ સૌ આ નવનિર્મિત સેન્ટરનો લાભ અવશ્ય મેળવો.
- Advertisement -
રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન 26 વર્ષથી વિવિધ સેવા- સમાજ કલ્યાણ ના કાર્યો માં કાર્યરત છે. અનેક મોટા પ્રોજેક્ટ જેમ કે લાપાસરી ડેમ, મંજુલ સ્કૂલ, રોટરી મિડટાઉન લાયબ્રેરી, ડોલ્સ મ્યુઝિયમ, સ્વાશ્રય મહિલા રોજગાર તાલીમ કેન્દ્ર, કોલેજ શિષ્યવૃત્તિ જેવા અનેક સમાજ માટે ના કર્યો કરતી રહી છે. તેઓ છેલ્લા 20 વર્ષથી ખેરા બોર્ડિંગ ડાયાબિટીસ સેન્ટર માં નાના પાયે ચાલુ છે. જ્યાં ડાયાબિટીઝ ની બીમારી સામે લડત આપવા, એક અધતન તથા સંપૂર્ણ કેન્દ્ર સ્થાપવાનો એક સંકલ્પ કરેલો ને તે પૂર્ણ થયો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને એક અધતન ડાયાબિટીસ સેન્ટર રાજકોટ ની જનતા માટે બનાવ્યું છે. આ સેન્ટરે નો ઉદેશ્ય એકજ છે: ડાયાબિટીસ ના દર્દીઓને ખુબજ નજીવા ભાવ થી, એકજ જગ્યા એ બધાજ અંગો માટે ની આધુનિક સારવાર મળી શકે.
આ સેન્ટર નું નામ લલિતાલય: રોટરી રાજકોટ મિડટાઉન ડાયાબિટીઝ પ્રિવેન્શન એન્ડ લાઈફસ્ટાલઈ મેનેજમેન્ટ સેન્ટર છે. જે શહેર ના મધ્યમાં, એરપોર્ટ રોડ, પેટ્રિઆ સુઈટસ પાસે બનાવ્યું છે.ચાર માળ નું આ સેન્ટર, ડાયાબિટીસ રોગ સામે લડત આપવા સંપૂર્ણ સજ્જ છે. સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર્સ ની ટીમ, આધુનિક ઉપકરણો, હોસ્પિટલ-પેશેંટ મેનેજમેન્ટ સોફ્ટવેર થી ડાયાબિટીસ ની સંપૂર્ણ સારવાર શક્ય છે.
ડાયાબિટીઝ માટે જરૂરી એવા દરેક વિભાગ: ડાયાબટીઝના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ જેમાં કાર્ડીઓલોજીસ્ટ, ઓપ્થેલ્મોલોજિસ્ટ, રેટિના સ્પેશ્યલિસ્ટ, ડાયાબિટીક ફુટ સ્પેશ્યલિસ્ટ, ડેન્ટલ સર્જન્સ, ડાયેટીશ્યન ઉપલબ્ધ છે.સાથેજ લેટેસ્ટ ટેકનોલોજીના ઉપકારણો જેવા કે ડાયાબિટીઝ રિસ્ક પ્રોફાઈલ મશીન-બોડી કોમ્પોઝિશન એનાલાઇઝર , ઈકો-કાર્ડીઓગ્રામ અને ડિજિટલ


