રાજકોટ તા.4
પેટ્રોલ-ડીઝલનાં ભાવો બે દિવસ સ્થિર રહ્યા બાદ આજે ફરી તેજીની આગ લાગી હતી. ગુજરાતમાં ડીઝલનો ભાવ રૂા.92 ને આંબી ગયો હતો.આંતર રાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડતેલમાં ભાવ 72 ડોલરને આંબી જતા ઘર આંગણે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનો સિલસિલો છે. રાજકોટમાં આજે પેટ્રોલનો ભાવ 91.52 થયો હતો. લીટર દીઠ રૂા.26 પૈસાનો વધારો હતો.ડીઝલનો ભાવ 92 ના સ્તરને વટાવી ગયો હતો અને લીટર દીઠ રૂા.92.03 થયો હતો તેમાં 30 પૈસાનો વધારો હતો.
દેશનાં મોટાભાગના રાજયોમાં પેટ્રોલ કરતા ડીઝલ સસ્તુ છે જયારે ગુજરાતમાં વિપરીત સ્થિતિ છે. પેટ્રોલીયમ વિક્રેતાઓના કહેવા પ્રમાણે પેટ્રોલ-ડીઝલ પરના વેટ ટકાવારીનાં ધોરણે છે. એટલા ભાવ વધે તેમ તેમ ટેકસ પણ વધતો જાય છે. એટલે ગ્રાહકો-વપરાશકારો પર બેવડો માર પડે છે. મોંઘા ડીઝલને કારણે પરિવહનથી માંડીને ઉદ્યોગોને મોટી અસર થવાની આશંકા છે. મોંઘવારી સરકાર માટે પણ પડકારરૂપ બની શકે છે.


