ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના મવડી પોલીસ હેડ કવાર્ટર સામ આવેલ ગૌતમ પાર્ક સુચિત સોસાયટીમાંથી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નહી હટાવવા આજરોજ સોસાયટીના રહેવાસીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરતા જણાવેલ હતું કે હાલના સમય સંજોગોમાં લોકડાઉન સમય દરમ્યાન કાલાવડ રોડ ઉપર પ્રેમ મંદિર સામેના ભાગની વર્ષો જુનુ મુળ નિવાસી બૌધ્ધ વિહારમાં ડો.બાબાસાહેબના સ્ટેચ્યુ અને મહામાનવ તથાગત ગૌતમ ભગવાન બુધ્ધનું સ્ટેચ્યુ પણ હટાવેલ છે જે બનાવ હાલમાં ચર્ચાસ્પદ બનેલ છે.
સમગ્ર રાજકોટ શહેર અને સમગ્ર રાજકોટ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં પડઘા ડેલ હતા. અને હજુ ઉકળતો ચરૂ જ છે. રાજકોટ શહેરના અમુક જમીના માફીયા પોતે પોતાના રાજકીય રોટલા રળે છે જેને ડો.બાબાસાહેબના વિચારો સાથે કોઇ લેવા દેવા નથી, આવા લોકોએ ફરી પોતાની મેલી મુરાદ પાર પાડવા મેદાને પડેલ છે અને શહેરમાં આવો બીજો બનાવ બનવા જઇ રહ્યો છે. તેને અટકાવવા અમારી માંગણી છે તથા ગૌતમ પાર્કમાં આવેલ ડો. બાબા સાહેબની પ્રતિમા હટવી જોઇએ નહિ એ તંત્રની ફરજમાં આવે છે. ડો. બાબા સાહેબની પ્રતિમા હટશે અને કાયદો વ્યવસ્થા ખોરવાઇ જશે તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.


