કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીની તીવ્રતામાં ઘટાડો થતા, આંશિક લોકડાઉનમાં રાહતના ભાગરૂપે રાજ્ય સરકારશ્રીની ગાઈડલાઈન અન્વયે આવતીકાલ તા.૧૧/૦૬/૨૦૨૧થી રાજ્યના તમામ બાગ-બગીચા સવારે ૬ થી સાંજે ૭ વાગ્યા સુધી લોકોના ઉપયોગ માટે ખુલ્લા રાખવાની છુટ આપવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના નાના મોટા અંદાજે ૧૫૩ બાગ-બગીચા આવતીકાલથી સવારે ૬ થી સાંજે ૭ વાગ્યા સુધી શહેરીજનોના ઉપયોગ ખુલ્લા રાખવામાં આવનાર છે. જેના અનુસંધાને આ તમામ બાગ-બગીચાઓમાં આવેલ કસરતના સાધનો, હીંચકા-લપસિયાને તાત્કાલિક સેનિટાઈઝ કરવા અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભરએ રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીને સુચના આપેલ છે. 


