ગોંડલ રોડ પર કોટક બેંકની પાસે નો પાર્કિંગમાંથી સ્થાનિકની ગાડી ટો કરી હતી
રાજ્યભરમાં ટોઇંગવાનનો ત્રાસ અનેક વાર પ્રજાએ ભોગવવો પડે છે, ત્યારે રાજકોટમાં ટોઈંગવાનમાં બેઠેલા અધિકારીની દાદાગીરી દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ગોંડલ રોડ પર કોટક બેંક પાસે એક સ્થાનિક પાસેથી નો પાર્કિંગનો દંડ વસૂલ્યા બાદ તેને લાફો મારતા સ્થળ પર હાજર સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક નાગરિકે વીડિયો ઉતારી સોશિયલ મીડીયામાં વાઇરલ કર્યો છે. જેમાં દંડ ભરનાર વ્યક્તિએ ટોઇંગવાનના અધિકારીને કહ્યું કે તમને લાફો મારવાનો અધિકાર કોણે આપ્યો તો અધિકારીએ કહ્યું હતું કે, અમારી સાથે મગજમારી નહીં કરવાની.


