નડાલ માટે 2024નું વર્ષ કરિયરનું છેલ્લું વર્ષ હશે
સ્પેનના દિગ્ગજ ટેનિસ ખેલાડી અને 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલ આ વર્ષે ફ્રેન્સ ઑપનમાં ભાગ લેશે નહીં. તેણે આ જાહેરાત કરતાની સાથે જ કહ્યું કે 2024નું વર્ષ તેના કરિયરનું અંતિમ વર્ષ હશે.
- Advertisement -
ટેનિસની રમતના બાદશાહ નડાલ રોલાં ગૈરાં ઉપર 14 વખત ખીતાબ જીતી ચૂક્યો છે. તેણે ફ્રાન્સની આ ટોચની ટૂર્નામેન્ટમાં 2005માં ડેબ્યુ કર્યા બાદથી હંમેશા ભાગ લીધો છે. નડાલે અહીં સ્પેનના મેનાકોરમાં પોતાની ટેનિસ એકેડેમીમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું કે મારી ઈજા સંપૂર્ણ રીતે ઠીક થઈ નથી એટલા માટે ફ્રેન્સ ઓપન રમવું શક્ય નથી.
પેરિસમાં રોલાં ગૈરાં ઉપર 28 મેએ ફ્રેન્ચ ઓપનનો પ્રારંભ થશે. નડાલે ફ્રેન્ચ ઓપનની 125 મેચ જીતી છે અને માત્ર ત્રણ મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો છે જે કોઈ પણ એક ગ્રાન્ડ સ્લેમમાં વિમેન્સ-મેન્સ કેટેગરીનો વર્લ્ડ રેકોર્ડ છે. જ્યારે નડાલે પાછલા વર્ષે 36 વર્ષની ઉંમરમાં પગના જૂના દર્દ સામે લડતાં ટ્રોફી જીતી હતી તો તે ટૂર્નામેન્ટના ઈતિહાસનો સૌથી વધુ વય ધરાવતો ચેમ્પિયન બન્યો હતો.
આ વર્ષેની શરૂઆતમાં રમાયેલા ઑસ્ટ્રેલિયન ઓપનમાં બીજા તબક્કામાં મેકેન્ઝી મેક્ડોનલ્ડનો સામનો કરતા નડાલને ઈજા પહોંચી હતી ત્યારથી લઈ આજ સુધી તે કોર્ટ પર પરત ફરી શક્યો નથી.