પ્લાન્ટ નજીક આર્મી કેમ્પ, રહેણાંક મકાન, રેલ્વે સહિતનો વિસ્તાર હોવાથી રદ કરવા માંગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
સુરેન્દ્રનગર જિલ્લામાં ઉધોગોને વિકસિત કરી પછાત જિલ્લામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાને ઉધોગોનું હબ બનાવવા માટેની કામગીરી શરૂ થઈ હોય તેવું નજરે પડે છે પરંતુ આ ઉદ્યોગો પાછળ અનેક એવા પ્લાન્ટ પણ નિર્માણ થઈ રહ્યા છે જેમાં લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય તેવી સ્થિતિ ભવિષ્યમાં ઉદભવ થઈ શકે છે આ પ્રકારના મેડિકલ વેસ્ટના પ્લાન્ટને સોલડી ગામે નિર્માણ થતા ગ્રામજનોએ અટકાવ્યું હતું તેવામાં વધુ એક ” ઇ કોલી વેસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ ” કોની દ્વારા શહેરના રહેણાક વિસ્તારથી બિલકુલ નજીક એટલે કે જી.આઇ.ડી.સીમા નાખવાનું કર્યા શરૂ થતાં હવે વિરોધ ઉભો થયો છે. ધ્રાંગધ્રા જીઆઈડીસી ખાતે સ્વાતિ સંસ્થાને ફાળવેલ પ્લોટમાં આ ઇ વેસ્ટ રિસાયકલિંગ પ્લાન્ટ શરૂ થવા જઈ રહ્યો છે. આ ઇ વેસ્ટ રિસાયકલિંગ પ્લાન્ટ જ્યાં નિર્માણ થઈ રહ્યો છે તેનાથી ખૂબ જ નજીક આર્મી કેમ્પ, રેલ્વે અને રહેણાક મકાન આવેલા છે જેથી આ પ્લાન્ટમાં લીધે સૌથી વધુ અસર અહીંના નજીકના વિસ્તારો પર પડે તેવી શક્યતા છે સાથે જ ઇ વેસ્ટ રિસાયકલિંગ પ્લાન્ટ રેડ ઝોનમાં આવતો હોવાથી આજુબાજુના પશુ પક્ષી અને માનવ જીવન માટે ખતરા સમાન બની રહે છે. હાલ તો પ્લાન્ટ નિર્માણની કંપની દ્વારા સ્વાતિ સંસ્થાના પ્લોટ પર નિર્માણ થવાના લીધે જીઆઇડીસીને એન.ઓ.સી આલ્વા માટે પત્ર લખ્યો છે જેના લીધે પ્લાન્ટ શરૂ થતા પૂર્વે જ આજુબાજુના રહેણાક વિસ્તારમાં રહેતા પરિવારો દ્વારા પ્લાન્ટ શરૂ થયા પૂર્વે જ વિરોધ્ધના સૂર ઉઠવા લાગ્યા છે.