સંસદની મંજૂરી વિના લશ્કરી કાર્યવાહી પર રોક લગાવવાની માગ: યુદ્ધનો નિર્ણય ટ્રમ્પનો હતો
ઇઝરાયલે દક્ષિણ લેબનોનના લોકોને ફરી ચેતવણી આપી, હિઝબુલ્લાહના ઠેકાણાઓ વિરુદ્ધ અભિયાન હજુ ચાલું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
અમેરિકી પ્રતિનિધિ સભાએ ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાનને રોકવા સંબંધિત પ્રસ્તાવ પસાર કર્યો છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોંગ્રેસની મંજૂરી વિના સૈન્ય કાર્યવાહી ચાલુ રાખી શકશે નહીં. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં આ પ્રસ્તાવ 215-208 મતોથી પસાર થયો. ચાર રિપબ્લિકન સાંસદોએ પણ ડેમોક્રેટ્સ સાથે મતદાન કરીને ટ્રમ્પ વિરુદ્ધ વલણ અપનાવ્યું.
પ્રસ્તાવ હેઠળ ટ્રમ્પને ઈરાન વિરુદ્ધ આગળની સૈન્ય કાર્યવાહી માટે કોંગ્રેસ પાસેથી મંજૂરી લેવી પડશે. મંજૂરી ન મળવા પર અમેરિકી સૈન્ય દળોને પાછા બોલાવવાની માગ કરવામાં આવી છે. આ પ્રસ્તાવ હવે સેનેટમાં જશે. ત્યાં મંજૂરી મળ્યા પછી તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. જોકે, એવું માનવામાં આવે છે કે ટ્રમ્પ આ પ્રસ્તાવને વીટો કરી શકે છે.
આ પહેલા ટ્રમ્પે એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઈરાન વિરુદ્ધ કાર્યવાહીનો નિર્ણય તેમણે પોતે લીધો હતો. તેમણે કહ્યું હતું કે, ‘કોઈએ મને આ માટે ઉશ્કેર્યો કે પ્રભાવિત કર્યો નથી. આ મારો પોતાનો નિર્ણય હતો.’
મતદાનને ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની અંદર વધતી અસંમતિ તરીકે જોવામાં આવી રહ્યું છે. ઈરાન યુદ્ધને લઈને અમેરિકામાં જનસમર્થન પણ મર્યાદિત રહ્યું છે અને વધતી ઈંધણ કિંમતોને લઈને ચિંતા યથાવત છે. ઇઝરાયલી સેનાએ દક્ષિણ લેબનાનના લોકોને ઝેહરાની નદીના દક્ષિણના વિસ્તારોમાં ન જવા માટે ચેતવણી આપી છે. સેનાનું કહેવું છે કે આ ક્ષેત્રમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ વિરુદ્ધ અભિયાન હજુ ચાલુ છે.
ઇઝરાયેલી સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી સૂચના ન મળે ત્યાં સુધી લોકોએ ઝેહરાની નદીની દક્ષિણ તરફ જવાનું ટાળવું જોઈએ.
સેનાના જણાવ્યા અનુસાર, દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે સંકળાયેલા માળખાં અને ઠેકાણાઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે. ઘણા ગામોની આસપાસ પણ સૈન્ય અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ઇઝરાયલે ચેતવણી આપી છે કે જે લોકો આ વિસ્તારમાં જશે, તેમનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે તાજેતરમાં અમેરિકાની મધ્યસ્થીમાં ઇઝરાયેલ અને લેબનોન સરકાર યુદ્ધવિરામ લાગુ કરવા સંમત થયા છે. આમ છતાં, દક્ષિણ લેબનાનમાં સૈન્ય કાર્યવાહી અને હવાઈ હુમલા ચાલુ છે.



