- ડબલ સીઝનમાં સ્વાસ્થ્યનું રાખો ધ્યાન
- અત્યારે શરદી, ખાંસી, તાવની સમસ્યા વધી ગઈ છે
- સૂકી ખાંસી થતી હોય તો આ ઉપાયો કરો ટ્રાય
તમને જણાવી દઈએ કે, તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો માત્ર કોરોનાથી જ થતાં હોય છે એવું દર વખતે શક્ય નથી. ઘણી વખત સીઝનલ ચેન્જિસ અને લો ઈમ્યૂનિટીને કારણે પણ આવી સમસ્યાઓ થઈ જતી હોય છે. જેમાંથી એક છે. તો આજે અમે તમને સૂકી ઉધરસ માટે ઘરેલૂ ઉપાયો જણાવાના છે.
આ તકલીફ થાય છે
- Advertisement -
આ પ્રકારની ખાંસીમાં દર્દીને છાતી, માથું, પીઠ, પાંસળીઓ, છાતીનો દુખાવો તથા લમણામાં દુઃખાવો થાય છે. અવાજ બેસી જાય છે, ગળું અને મોં સૂકાય છે. ક્યારેક અંધારા આવે છે. ખાંસી સૂકી હોવાથી કફ નીકળતો નથી અને આથી દર્દી અત્યંત થાકી જાય છે.
આ ઉપાયો કરો
- 1 ચમચી આદુનો રસ લઈ તેમાં થોડાં ટીપાં મધના મિક્સ કરીને ચાંટવાથી ફાયદો થાય છે.
- બે કપ પાણી લો. તેમાં લસણની ચારથી પાંચ કળીઓ નાખો. તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એક કપ પાણી જ વધે. તેને ગાળી લો. તેને ઠંડુ પાડો અને પછી પી લો.
- પા ચમચી હળદરને ગરમ દૂધમાં નાખી તેને હલાવો. આ હળદરવાળું દૂધ દિવસમાં બે વાર પીવો. સતત પંદર દિવસ સુધી આ દૂધ પીવો.
- થોડા-થોડા સમયે ગરમ પાણી પીતા રહો. એનાથી ગળું સૂકું થતું નથી અને ગળાને શેક પણ મળે છે.
- 10-15 તુલસીના પાન, 8-10 કાળી મરીની ચા બનાવીને પીવાથી ખાંસી, શરદી અને તાવ ઠીક થઈ જાય છે.
- પાકેલાં સફરજનનો રસ કાઢી દરરોજ પીવાથી ખાંસીથી રાહત મળે છે.
- મધ અને ત્રિફળાને સમાન માત્રામાં મિક્સ કરી પીવાથી ખાંસીથી છુટકારો મળી શકે છે.
- તુલસીના પાન, સિંધાલૂણ અને લવિંગને પાણીમાં ઉકાળીને આ પાણી ગાળીને પીવાથી ખાંસીથી છુટકારો મળે છે.


