ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાત હાઈકોર્ટે મંગળવારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ – અમદાવાદ (આઈઆઈએમએ) ને તેના બે વર્ષના અનુસ્નાતક પ્રોગ્રામમાં પ્રવેશ રદ કરવાને પડકારતી એક વિદ્યાર્થી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર નોટિસ જારી કરી હતી.વિદ્યાર્થી દ્વારા આ પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલમાં ત્રણ-ચતુર્થાંશ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી ટેકનિકલ આધારો પર પ્રવેશ રદ્દ કરવા બાબતે હાઇકોર્ટમાં અરજી કરી હતી. કેસની પ્રાથમિક સુનવણી બાદ જસ્ટિસ અનિરુદ્ધ પી માયીએ આઇઆઇએમએ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIM) મદ્રાસને નોટિસ જારી કરી હતી અને 21 ઓકટોબરના રોજ વધુ સૂનાવણી રાખી હતી. વિદ્યાર્થીએ 2021માં તેનો 5-વર્ષનો ઇઝયભવ ાહીત ખઝયભવ ઇન્ટિગ્રેટેડ કોર્સ આઇઆઇટી મદ્રાસ માંથી પૂર્ણ કર્યો હતો.
- Advertisement -
અરજદાર આર શ્રી વિગ્નેશની વહીવટી અને પ્રક્રિયાગત વિલંબને કારણે IIM મદ્રાસમાંથી સમયસર તેમના ડિગ્રી પ્રમાણપત્રો અને માર્કશીટ મેળવવામાં નિષ્ફળતાના કારણે ઈંખઅ એ સંસ્થાના ફ્લેગશિપ પ્રોગ્રામના ચોથા ત્રિમાસિક પૂર્ણ કર્યા પછી સપ્ટેમ્બર 2023 માં તેમનો પ્રવેશ રદ કર્યો હતો.વકીલે કહ્યું કે, ત્યારબાદ અરજદારે IIM મદ્રાસમાંથી તેના દસ્તાવેજો મેળવવાનો પ્રયાસ કર્યો, અને જુલાઈ 2024 માં તે પ્રાપ્ત કર્યા પછી, તેણે કોર્સ પૂર્ણ કરવા માટે ફરીથી પ્રવેશ મેળવવા માટે તરત જ આઈઆઈએમએનો સંપર્ક કર્યો. કોઈ પણ સમયે તેમના અસીલની ભૂલ ન હતી અને ટોચની બિઝનેસ સ્કૂલમાં જરૂરી દસ્તાવેજો સબમિટ કરવામાં વિલંબ માટે તેમને દોષી ઠેરવી શકાય નહીં.