પાટણ જીલ્લાના ચંદ્રુમાણા ના વતની અને બનાસકાંઠામાં વહીવટી કર્મચારી તરીકે સેવા બજાવતા દિલીપકુમાર ટી. વ્યાસ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા પાલનપુર જીલ્લા પંચાયત કર્મચારી મંડળ દ્વારા વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. દિલીપભાઈ વ્યાસ સર્વ પ્રથમ બનાસકાંઠામાં જળ નિગમ સંપત્તિ વિભાગમાં વહીવટી કર્મચારી તરીકે જોડાયા હતા. બાદમાં આ નિગમ બંધ થઇ જતાં તેઓ ધાનેરા ,થરાદ ,દાંતીવાડા, તાલુકા પંચાયતમાં સહિત તાલુકા પંચાયતોમાં વહીવટી કર્મચારી તરીકે ફરજ બજાવી હતી. બાદમાં પાલનપુર જીલ્લા પંચાયત ખાતે ટપાલ રજીસ્ટ્રી વિભાગમાં સેવા બજાવ્યા બાદ ૩૧/૧૨/૨૦૨૦ ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા કર્મચારી મંડળ દ્વારા તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો .કર્મચારી મંડળના અધિકારીઓ દ્વારા શ્રીફળ સાકર આપી અને સાલ ઓઢાડીને સન્માન સાથે ભાવભીની વિદાયમાન થતા દિલીપભાઈ ને વિદાય આપી તેમનું શેષ જીવન નિરોગી સમાજ સેવા કાર્યમાં વ્યતીત થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે દિલીપભાઈ ના મોટાભાઇ મહેન્દ્રભાઈ વ્યાસ, કિર્તીભાઈ વ્યાસ અને હાલમાં શિક્ષક તરીકે સેવા બજાવતા મુકુંદભાઈ વ્યાસ સહિત ચારે ભાઇઓએ પોતાની સરકારી નોકરી ની ફરજ બનાસકાંઠામાં જ બજાવી છે. અને સરકારી વિભાગોમાં અને જાહેર જીવનમાં સારા કર્મચારી પ્રત્યેની ઉજળી છાપ ઊભી કરી છે. ચંદ્રુમાણા ગામ અને સમાજનું ગૌરવ વધારેલ છે.
જેઠી નિલેષ પાટણ.


