પાટણ જીલ્લાના હારીજ તાલુકાના અડીયા ગામે દુધ સાગર ડેરી હારીજ ના વેટરનરી ના સહયોગથી પશુ વંધ્યત્વ નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અડિયા દુધ મંડળીના પશુપાલકો ના ૨૦ પશુઓની વંધ્યત્વ નિવારણ સંદર્ભે તપાસણી કરવામાં આવી હતી. જેમાં ડો. ડી. એમ. પટેલ, ડો. એમ. એસ. મકવાણા, દીનેશભાઈ જોષી ની ટીમ દ્વારા પશુઓની ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે સરપંચ સુરેશભાઈ પટેલ ,અડિયા દુધ મંડળીના પ્રમુખ ગાંડાજી ઠાકોર, મંત્રી સોમાભાઈ પટેલ દ્વારા કેમ્પ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

જેઠ નિલેષ પાટણ