સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બુધવારના રોજ પાટણ જિલ્લા નાં રાધનપુર તાલુકાના નાયતવાડા, ભાડિયા, ચાલવાડા,સરકારપુરા અને ધોળકડા ગામે આજથી સફાઈ ઝુંબેશ ની શરૂઆત કરવામાં આવી હતી.
આ સફાઈ અભિયાન ઝુંબેશમાં ઉપરોક્ત ગામોનાં સરપંચો, ત.ક.મંત્રી, પ્રા. શાળા ના આચાર્યો, આંગણવાડી કાર્યકર, રિલાયન ફાઉ. અને એન.વાય કે. પ્રતિનિધિ ઓની હાજરીમાં સઘન ઝુંબેશને આયોજન, વિવિધ સમિતિઓની રચના કરી, ગામના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.તો નાયતવાડા ગામે સફાઈ ને લગતા ભીત સૂત્રો લખવામાં આવ્યા હતા.

જેઠી નિલેષ પાટણ