આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે. ત્યારે પાટણ શહેર અને જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા જિલ્લાના તમામ પોલીસ મથકોને સૂચનાઓ આપવામાં આવી છે. જે સૂચનાના આધારે પાટણ એલ.સી.બી. પોલીસે મંગળવારના રોજ ખલીપુર નજીક પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી ખાનગી રાહે બાતમીના આધારે પસાર થઇ રહેલ ઈકકો ગાડી ને ઉભી રખાવી તેની તપાસ કરતા તેમાંથી વિવિધ વિદેશી દારૂની બોટલો મળી આવતાં બે શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.
બનાવની મળતી હકીકત મુજબ પાટણ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે એલ.સી.બી. ટીમે ખલીપુર ચાર રસ્તા નજીક વોચ ગોઠવી માર્ગ પરથી પસાર થઇ રહેલ ઈકકો ગાડી નં.જી.જે.૧.આર.વી.૮૭૭૩ ને ઉભી રખાવી તલાસી લેતાં તેમાંથી વિવિધ બ્રાન્ડ ની વિદેશી દારૂ ની બોટલ નંગ ૩૮ કિ.રૂ.૩૨,૪૯૯ અને ઈકકો ગાડી કિ.રૂ.૨ લાખ, મોબાઇલ નંગ ૧ કિ.રૂ.૧૦૦૦ મળી કુલ રૂ.૨,૩૩,૪૯૯ નો મુદ્દામાલ કબજે કરી ઇકો ગાડીમાં બેઠેલા લિમ્બાચિયા ભરત અને ઠક્કર મનિષ બન્ને રહે.ડીસાવાળા ની અટકાયત કરી વાગડોદ પોલીસે ગુનો દાખલ કરતાં વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

જેઠી નિલેષ પાટણ