પૈસા નહીં આપે તો ધંધો નહીં કરવા દેવાની ધમકી

ધોરાજી :- ધોરાજી શહેરની નદી બજાર માં કિરાણાં સ્ટોર ચલાવતા સિંધી વેપારી પાસે મુસ્લિમ શખ્સએ પંદર લાખની ખંડણી માંગતા ધોરાજી પોલીસ ઇન્સપેક્ટર હુકુમતસિંહ જાડેજાએ ગુનો નોંધી ખંડણીખોર ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજીના જમનાવડ રોડ પર રહેતા અને નદીબજાર વિસ્તારમાં કૃણાલ કિરાણાં ભંડાર નામે દુકાન ચલાવતા સિંધી વેપારી પ્રકાશકુમાર લવજીભાઈ સઁભવાણી ઉવ 41 એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલકે ધોરાજી ખાતે પાંચપીરની વાડી વિસ્તારમાં શકીલ પ્રોવિઝન સ્ટોર ધરાવતા શકીલ મીર દોઢ વર્ષથી માલ ખરીદતો હતો. થોડા દિવસ પહેલા શકીલે ફરિયાદી પ્રકાશકુમાર ને ફોન કરી પંદર લાખની ખંડણી માંગી હતી. ત્યારબાદ આરોપી શકીલે ફરી બીજા દિવસે ફોન કરી ધમકી આપતા જણાવેલકે તારે ધંધો કરવો હોઈ તો પંદર લાખ આપવા પડશે. અને સુરેન્દ્રનગર ના પીએસઆઇ મારા સગા છે. પોલીસ મારુ કંઈ બગાડી શકે નહીં.
ફરિયાદી એ જણાવેલકે શકીલ અગાઉ એક લૂંટકેસમાં પણ શામેલ હતો. ધોરાજી પોલીસ ઇન્સપેક્ટર હુકુમતસિંહ જાડેજાએ શકીલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અને આવા અસામાજિક તત્વો સામે આકરી કાર્યવાહી કરવા વેપારીને ખાત્રી આપી હતી