By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    1 hour ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    2 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    3 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    4 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મનીષ બન્યો મોઈન ખાન
    1 hour ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    2 days ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    3 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    3 days ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    48 minutes ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    52 minutes ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    55 minutes ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    3 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    24 minutes ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    4 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    4 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    4 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉનાળાના પ્રારંભે જ પારાયણ: હંસરાજનગરમાં ગંદા પાણીની સમસ્યાથી લોકો હેરાન-પરેશાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઉનાળાના પ્રારંભે જ પારાયણ: હંસરાજનગરમાં ગંદા પાણીની સમસ્યાથી લોકો હેરાન-પરેશાન
રાજકોટ

ઉનાળાના પ્રારંભે જ પારાયણ: હંસરાજનગરમાં ગંદા પાણીની સમસ્યાથી લોકો હેરાન-પરેશાન

Khaskhabar Editor
Last updated: 2025/03/11 at 4:27 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

છેલ્લા દોઢેક વર્ષથી ગંદુ પાણી આવતું હોવાનો સ્થાનિકોનો આરોપ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટ શહેરમાં ઉનાળાનાં પ્રારંભે પાણીની પારાયણ શરૂ થયાનું સામે આવ્યું છે. જેમાં જંકશન પ્લોટ પાછળ આવેલા હંસરાજનગર વિસ્તારમાં લોકો ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત બન્યા છે. છેલ્લા દોઢેક વર્ષથી અહીં ગંદુ પાણી આવતું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. તેમજ વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવતો ન હોવાનું જણાવ્યું છે. નેતાઓ મત લેવા આવે છે પણ કામ કરતા નહીં હોવાનો આક્રોશ પણ આ વિસ્તારની મહિલાઓએ ઠાલવ્યો હતો. તેમજ વર્ષો જૂની પાણીની લાઇન બદલી સમસ્યાનો કાયમીમી ઉકેલ લાવવા માગ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં રહેતા મીનાબેન રાવલે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં ગટર કે ડ્રેનેજનું પાણી ભળી જવાને કારણે છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી ગંદા પાણીની સમસ્યા છે. અહીં દરરોજ પાણી આવે છે પરંતુ ખૂબ જ દુર્ગંધયુક્ત અને મેલુ હોવાને કારણે વાપરવા લાયક પણ હોતું નથી. તો પીવામાં ઉપયોગ કરવાનો સવાલ જ નથી. ગંદા પાણીને કારણે અવારનવાર અમારા બાળકો બીમાર પડે છે. આ કારણે છેલ્લા દોઢેક વર્ષ કરતા વધુ સમયથી આ પાણી પીવાનું બંધ કરવું પડ્યું છે. આ મામલે અમારા દ્વારા સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરીએ ત્યારે સફાઈ કરવા આવે છે. જેના કારણે એક-બે દિવસ સારું પાણી આવે છે. પરંતુ પછી ફરીથી એ જ સ્થિતિ થાય છે. મનપા તંત્રના લોકો આવીને પાણીનાં નમુના લઈ જાય છે પરંતુ બાદમાં કાઈ પ્રોબ્લેમ નહીં હોવાનો રિપોર્ટ આવી જાય છે. મત જોતા હોય ત્યારે બધા આવી જાય છે કે અમને આપજો અમને આપજો પણ અમારે જરૂર છે, ત્યારે કોઈ જવાબ આપતું નથી. અમારી સ્પષ્ટ માંગ છે કે તંત્ર જાગે અને જો લાઇનને બદલવી પડે તેમ હોય તો બદલીને અમને આ સમસ્યા માંથી કાયમી છુટકારો અપાવે તે જરૂરી છે.

- Advertisement -

ધર્મેશભાઈ વિસાણી નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં ઘણા લાંબા સમયથી ગંદા પાણીની સમસ્યા છે. પાણીમાં એટલી દુર્ગંધ આવે છે કે પીવાનું તો દૂર ન્હાવાનાં ઉપયોગમાં પણ લઈ શકાતું નથી. અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. જેને લઈને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ વિસ્તારમાં લગભગ 38-40 જેટલા મકાનો તેમજ 500 જેટલા લોકો ગંદા પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓને રજુઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. ત્યારે તાત્કાલિક આ મામલે જરૂરી પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે.

You Might Also Like

માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ

JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન

જે ડ્રોન દોઢ-બે લાખમાં નવું મળે છે તેનાં ભાડાં પેટે RMC 22 લાખ ચૂકવશે!

આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન

રાજકોટઃ કાલે લેંગ લાઈબ્રેરીમાં ડૉ. ઉર્વીશ વસાવડાની કાવ્યગોષ્ઠિ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હોળી-ધુળેટી, રમઝાન અને ચેટીચાંદની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી માટે પોલીસ-આગેવાનોની ચર્ચા
Next Article કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીની સરકારી સહાયમાં કટકીની ઓડિયો ક્લિપ વાયરલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી વેરાવળના વેપારી 60 લાખના રોકડ-દાગીના સાથે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
મંદિર ટ્રસ્ટના તમામ નાણાકીય વ્યવહારો, ટ્રસ્ટીઓની ભૂમિકા અંગે તપાસની માંગ
આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
રાજકોટ

JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

જે ડ્રોન દોઢ-બે લાખમાં નવું મળે છે તેનાં ભાડાં પેટે RMC 22 લાખ ચૂકવશે!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?