By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    18 hours ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    2 days ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    3 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    3 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    18 hours ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    18 hours ago
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    2 days ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    2 days ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 7 વર્ષમાં 10 મહત્ત્વપૂર્ણ સરકારી પરીક્ષાઓનાં પેપરલીક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > 7 વર્ષમાં 10 મહત્ત્વપૂર્ણ સરકારી પરીક્ષાઓનાં પેપરલીક
AuthorBhavy RavalEDUCATION

7 વર્ષમાં 10 મહત્ત્વપૂર્ણ સરકારી પરીક્ષાઓનાં પેપરલીક

Khaskhabar Editor
Last updated: 2022/01/10 at 1:31 PM
Khaskhabar Editor 5 years ago
Share
9 Min Read
SHARE

2021માં 3 વખત અને 2018માં 4 વખત સરકારી ભરતી પરીક્ષાનાં પેપર ફૂટ્યાં

– ભવ્ય રાવલ

Contents
2021માં 3 વખત અને 2018માં 4 વખત સરકારી ભરતી પરીક્ષાનાં પેપર ફૂટ્યાંક્યા વર્ષમાં ક્યા પેપર ફૂટ્યા? અસિત વોરાનાં કાર્યકાળમાં એક પછી એક ધડાધડ પેપર ફૂટ્યા!

ક્યા વર્ષમાં ક્યા પેપર ફૂટ્યા?

GPSC ચીફ ઓફિસર: 2014
રેવન્યુ તલાટી: 2015
મુખ્ય સેવિકા: 2018
નાયબ ચિટનીસ: 2018
પોલીસ લોકરક્ષક દળ : 2018
TAT: 2018
બિનસચિવાલય ક્લાર્ક: 2019
વિદ્યુત સહાયક : 2021
સબ-ઓડિટર : 2021
હેડ ક્લાર્ક : 2021

- Advertisement -

ગુજરાત મોડેલ વર્ગખંડમાં પેપર વિદ્યાર્થીઓના હાથમાં આવતા પહેલા વોટ્સએપમાં આવી જાય છે! આ છે સ્માર્ટ અને ડિજીટલ ગુજરાત?

સોશિયલ મીડિયામાં એવી રમૂજ ફેલાઈ રહી છે કે, ગુજરાત ભાજપ સરકારમાં છેક સુધી મુખ્યમંત્રી કોણ બનશે નામનું પેપર ફૂટતું નથી અને મહત્વપૂર્ણ સરકારી પરીક્ષાઓના પેપર ફૂટી જાય છે! આ હાસ્ય સાથે હકીકત પણ જોડાયેલી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકાર બાદ 2014થી લઈ 2021 સુધીમાં આનંદી પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકારમાં છેલ્લા 7માં 10 જેટલી મહત્વપૂર્ણ સરકારી પરીક્ષાના પેપર ફૂટ્યા છે. જી હા, 10 મહત્વપૂર્ણ સરકારી પરીક્ષાઓ પેપર ફૂટી જતા રદ્દ થઈ છે, અન્ય નાની-મોટી સરકારી-શિક્ષણ વિભાગની પરીક્ષાઓ બીજા કેટલાંક કારણોસર રદ્દ થઈ હોય એ તો અલગ.

2014માં GPSCની ચીફ ઓફિસરની ભરતી, 2015માં રેવન્યુ તલાટીની ભરતી પરીક્ષા, 2018માં મુખ્ય સેવિકા : 2018માં નાયબ ચિટનીસ, 2018માં પોલીસ લોકરક્ષક દળ LRD, 2018માં શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT, 2019માં બિનસચિવાલય ક્લાર્ક, 2021માં DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી, 2021માં સબ-ઓડિટર, 2021માં હેડ ક્લાર્ક વગેરે જેવી 10 મહત્વપૂર્ણ સરકારી પરીક્ષાઓ પેપર ફૂટી જતા રદ્દ થઈ છે જે પાછળનું મુખ્ય કારણ છે, સરકારી પરીક્ષાઓ લેવાની સમૂળગી સિસ્ટમ જ લૂલી છે, ઉણપ ભરેલી છે, તેમાં અસંખ્ય ખામી છે અને એટલે જ ગુજરાતમાં કોઈપણ સરકારી-શિક્ષણ વિભાગની પરીક્ષાઓના પેપર વર્ગખંડમાં વિદ્યાર્થીઓના હાથમાં આવતા પહેલા વોટ્સએપમાં આવી જાય છે!

- Advertisement -

સરકારના જુદા-જુદા વિભાગોમાં તેમજ વિવિધ ખાતાની કચેરીઓમાં આવેલ જુદી-જુદી વર્ગ-3ની બિનસચિવાલયી સેવાની તાંત્રિક/બિનતાંત્રિક જગ્યાઓ (બિન રાજ્યપત્રિત) ઉપર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પસંદગી કરાયેલા ઉમેદવારોની નિમણૂક કરવામાં આવે છે. આ ઉમેદવારો નિમણૂક કરવા ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષાઓ લે છે, આ સરકારી પરીક્ષાઓના પેપર લીક થવા ગૌણ સેવા પસંદગી મંડળ માટે જાણે ‘ગૌણ’ ઘટના બની ગઈ છે. હાલમાં જ ગૌણ સેવા મંડળની પરીક્ષા 12 ડિસેમ્બરે યોજવામાં આવી હતી અને પોલીસ તપાસ પહેલાં જ બહાર આવી ગયું હતું કે પેપર ફૂટી ગયું છે. આમ તો આ પેપર 10મી તારીખે જ ફૂટી ગયું હતું અને આની જાણ ગૌણ સેવા મંડળના ઉચ્ચ અધિકારીઓને થઈ ચૂકી હતી એવું કહેવાય રહ્યું છે.

આકસ્મિક સંજોગો એટલે કે ઈમરજન્સીમાં કોઈ રેર કેસમાં પેપર ફૂટ્યા બાદ વૈકલ્પિક પ્રશ્ર્નપત્ર તૈયાર રાખવામાં આવતા હોય છે અને જે પેપર ફૂટી ગયું છે તેને ઈમરજન્સીમાં બદલીને વૈકલ્પિક પ્રશ્ર્નપત્ર ઈશ્યુ કરવામાં આવે છે. પેપર ફૂટવાની ઘટનામાં ગૌણ સેવા મંડળની બેદરકારી છતી થાય છે અને આરોપોનો સિલસિલો આજે પણ યથાવત છે. જો ગૌણ સેવા મંડળે અગમચેતી રાખી હોત તો પહેલાં તો પેપર ફૂટ્યું જ ન હોત અને પેપર ફૂટી ગયું તો વૈકલ્પિક પ્રશ્ર્નપત્રની આગોતરી તૈયારી નહીં કરી અને એના માટે હજારો વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે અને નવેસરથી તૈયારીઓ કરવાનો વારો આવશે.

ફક્ત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ જ નહીં પરંતુ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીના જુદા-જુદા વિભાગોથી લઈ સરકારી-ખાનગી શાળા-કોલેજમાં પણ પેપરો ફૂટવાની ઘટના બિલાડીના ટોપની જેમ ફૂંટી નીકળી છે. સરકારના ખાતા, વિભાગ, બોર્ડની તમામ નાની-મોટી પરીક્ષાઓના આયોજનથી લઈ અંત સુધીની સંપૂર્ણ પ્રક્રિયા પર કોઈ પકડ કે નિયંત્રણ જ નથી. છેલ્લા કેટલાંક વર્ષોમાં સરકારી પરીક્ષાઓ યોજવામાં, સરકારી પરીક્ષાઓની વ્યવસ્થા કરવામાં ગુજરાતની ભાજપ સરકાર નાપાસ થઈ રહી છે અને વિવિધ સરકારી પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ રહ્યા છે.

વિપક્ષ નહીં વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે : ‘અસિત’ વોરા છે કે ભાજપ ‘આશ્રિત’ વોરા?

અસિત વોરાનાં કાર્યકાળમાં એક પછી એક ધડાધડ પેપર ફૂટ્યા!

વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે ગૌણસેવા પસંદગી મંડળ, પોલીસ ભરતી બોર્ડ સહિતની જે ભરતી માટેની વિવિધ સમિતિઓ રચવામાં આવી છે તે તમામ સમિતિઓનું વિસર્જન કરી નાખવું અને તમામ ભરતી પરીક્ષાનો સમાવેશ જીપીએસસીમાં કરી દેવો જોઈએ. સરકાર જો પરીક્ષા સુરક્ષિત રીતે ન લઈ શકે તો બોર્ડ દરખાસ્ત કરી દેવું જોઈએ. હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળનું જે પેપર લીક થયું ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા હારમોનિયમ વગાડતા હતા. એક બાજુ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હતા, તે જ દિવસે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા સંગીતની મહેફિલમાં ગીત ગાતા હતા કે ’આંસુ ભરી હૈ યે જીવન કે રાહેં, કોઇ ઉનસે કહે દે હમે ભૂલ જાયેં આંસુ, વાદે ભૂલા દે કસમ તોડ દે વો, હાલત પે અપની હમે છોડ દે’. આટઆટલું થવા છતાં પણ કોણ જાણે કેમ ભાજપ સરકાર અસિત વોરા પર મહેરબાન છે. અસિત વોરાના 3 વર્ષના કાર્યકાળમાં 2 પેપર ફૂટ્યા હોવા છતાં પણ તેની પર કોઈ આકરી કાર્યવાહી કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ હવે અસિત વોરાના પૂતળા દહન કરી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે.

ધોરણ 10-12થી લઈ કોલેજ-યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાના પેપર લીક થવા સામાન્ય!
ગુજરાત શિક્ષણ બોર્ડની શાળાઓથી લઈ ગુજરાતની યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને વિભાગોમાં વિવિધ પરીક્ષાના પેપર લીક થવા સામાન્ય બાબત બની ગઈ છે. ભાગ્યે જ કોઈ એવી પરીક્ષા લેવાતી હશે જેના પેપર સોશિયલ મીડિયામાં ફરતા થયા ન હોય! ગુજરાતમાં કેજીથી પીજી સુધીની પરીક્ષાની થોડી કલાકો અગાઉ જ વિવિધ વિષયના પેપર વોટ્સઅપમાં ફરતા થઈ જવા સામાન્ય બાબત બની ગઈ છે. ખાનગી કે સરકારી શાળા, કોલેજ, યુનિ.માંથી કેટલાંક કિસ્સાઓમાં પેપર લીક થયાની ઘટના પ્રકાશમાં આવતા અંતે શિક્ષણ વિભાગને જે-તે વિષયના લીક થયેલા પેપરની પરીક્ષા રદ્દ કરવી પડતી હોય છે. ગુજરાતમાં છેલ્લા કેટલાંક વર્ષોથી છાશવારે એકમ કસોટીઓ, ધોરણ 10-12 બોર્ડથી લઈ કોલેજ-યુનિ.ની વિવિધ પરીક્ષાના પેપર લીક થયા છે અને આ પેપર લીક કરનાર પર કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

ગુજરાત સરકારની નિષ્ફળતાથી બેરોજગારો નારાજ, વિદ્યાર્થીઓ નાખુશ, માતા-પિતા નિરાશ
ગુજરાતમાં સરકારી પરીક્ષાઓના પેપર એક પછી એક ફૂટી જતા વર્ષોથી વિવિધ સ્પર્ધાત્મક સરકારી પરીક્ષાની તૈયારી કરી રહેલા બેરોજગારો સરકારથી નારાજ છે, આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ તો સરકારથી નાખુશ છે જ સાથોસાથ તેમના માતા-પિતા પણ સરકારની સરકારી પરીક્ષાના આયોજનમાં રહેલી નિષ્ફળતાથી નારાજ છે. ગુજરાત સરકાર સમક્ષની આ નારાજગી, નાખુશી, નિરાશા પણ અપેક્ષિત છે, આખરે ક્યાં સુધી ગુજરાત સરકાર વિવિધ પરીક્ષાઓના આયોજનમાં ઉણી ઉતરતી રહેશે, ક્યાં સુધી પરીક્ષાઓ અગાઉ જ પેપર ફૂટતા રહેશે અને તનતોડ મહેનત કરી પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓના સરકારી નોકરી મેળવવાના સપના રોળવાતા રહેશે? એવા અનેક પ્રશ્ર્નો સૌ કોઈના મન-મુખથી ઉપજી રહ્યા છે.

માત્ર પેપર ફૂટે નહીં, સાથે સપના પણ તૂટે..

પરીક્ષા કે પરિણામના ડરથી નહીં, પેપર લીક થતા ડિપ્રેશન આવે છે અને પછી થઈ જાય છે આત્મહત્યા..
ગામડાઓમાં કે નાના નગરોમાં રહેતો વિદ્યાર્થી પોતાનું ઘર, પરિવાર, ઉચ્ચ ભણતર, નોકરી છોડી વિવિધ સરકારી પરીક્ષાની તૈયારી મોટા-મોટા શહેરોમાં આવે છે. તહેવારથી લઈ પારિવારિક પ્રસંગ છોડીને પરીક્ષાની તૈયારી કરે છે. પરંતુ જ્યારે પેપર ફૂંટવા જેવી ઘટનાઓ ઘટે છે ત્યારે માત્ર પેપર નથી ફૂટતા પરંતુ લાખો વિદ્યાર્થીઓના સપના પણ ટૂટે છે. ગુજરાતમાં સરકારી નોકરીનું સપનું જોનારા લાખો બેરોજગાર યુવાઓ ભરતીની જાહેરાત થતા જ મહિનાઓ સુધી રોજ કલાકો મહેનત કરી તૈયારી કરતા હોય છે. પરંતુ ક્યારેક પરીક્ષા રદ થવાના કારણે તો ક્યારેક પેપર લીક થવાની ઘટનાથી આ યુવાઓની મહેનત પર પાણી ફરી વળતું હોય છે. રદ્દ થયેલી પરીક્ષાઓ ફરી યોજાતી હોય છે ત્યારે જે-તે ઉમેદવારની ઉંમર વધી જતા તે ફરી વખત પરીક્ષા આપી શકતા નથી અને તેમની મહિનાઓ, વર્ષોની મહેનત પર નકામી નીવડે છે. એક સમય હતો જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા જે પરિણામના ડરથી ડિપ્રેશનમાં આવતા અને આત્મહત્યા કરી લેતા હતા પરંતુ હવે એવો સમય આવ્યો છે જ્યારે પરીક્ષાઓ રદ્દ થતા કે થવાના ડરથી વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવે છે અને આ ડિપ્રેશન તેમને આત્મહત્યાનું પગલું ભરવા સુધી પ્રેરે છે.

7 સરકારી પરીક્ષા મામલે સાત શરમજનક ખામીઓ

  • કોઈપણ પરીક્ષાના પેપર ગમે ત્યારે ફૂટી જવું
  • ઓનલાઈન પરીક્ષાનું આયોજન ન કરી શકવું
  • પરીક્ષા લેવાયા બાદ તુરંત પરિણામ જાહેર ન કરી શકવું
  • પરીક્ષા દરમિયાન થતી ગેરરીતિ પર નિયંત્રણ ન રાખી શકવું
  • વિદ્યાર્થીઓને થતી મુશ્કેલીઓનું નિરાકરણ ન લાવી લાવી શકવું
  • પેપર લીક કરનારા આરોપીઓને કડકમાં કડક સજા ન કરી શકવી
  • પરીક્ષા રદ્દ થતા અન્યાય થયેલા વિદ્યાર્થીઓને ન્યાય ન આપી શકવો

You Might Also Like

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે

પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી

અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું

દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વાસ્તુ: માન્યતા અને વાસ્તવિકતા
Next Article વંદે માતરમ અને હીરાલક્ષ્મી પાર્ક એટલે કચ્છના આધુનિક તીર્થસ્થાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે
પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી
અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું
દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?
શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
Author

અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
Author

પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?