ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ RTO કચેરી દ્વારા રોડ સેફ્ટી મંથના ભાગરૂપે રાજકોટ શહેર માં સ્કૂલ, કોલેજ તેમજ રસ્તા ઉપર રોડ સેફ્ટી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગવર્નમેન્ટ પોલિટેકનિક રાજકોટ, રોઝરી સ્કૂલ, પડધરી ટોલ પ્લાઝા વગેરે સ્થળોએ ટીમ વાન દ્વારા પ્રચાર પ્રસાર કરવા આવ્યો હતો. આમ ઉપરોક્ત જગ્યાઓ તેમજ ટીમ વાન દ્વારા જાહેર માર્ગ ઉપર અક્સમાત ધટે કે હેતુ થી અવેરનેસના કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં આશરે 1500 કરતા પણ વધારે બાળકો તેમજ જાહેર જનતાને સમજ આપવામાં આવેલ હતી. લોકોને ટ્રાફિક નિયમો બાબતે DCP પૂજા યાદવે ઉંડાણ પૂર્વક સમજ આપી હતી. જયારે RTO કેતન ખપેડ દ્વારા હેલ્મેટ અને શીટબેલ્ટની ઉપયોગીતા વિશે સમજ આપવામાં આવી હતી ઉપરાંત RTO જે બી ગઢવી દ્વાર ઊ ચલણ બાબતે સમજ આપવામાં આવેલ જે વી શાહ દ્વારા વિડિઓ બતાવીને બાળકોને ઉંડાણ પૂર્વક સમજ આપવામાં આવેલ. તેમજ પી એમ.પાનસુરીયા,બી એ સિંગાળા અને એમ સી પારેખ દ્વારા આશરે 200 થી વધારે વાહન ઉપર રેડિયમ રીફલેકટર લાગવી રોડ અક્સમાત ઘટે તે બાબતેની પહેલ કરવામાં આવેલ હતી.