By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    1 day ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    5 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    6 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    5 hours ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    1 day ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    1 day ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    1 day ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    6 hours ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    3 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    5 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    6 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતીય સૈન્યની વીરતા, મહિલા સ્વાભિમાન અને ધર્મો રક્ષતિ રક્ષિત:ને ચરિતાર્થ કરતું ઓપરેશન સિંદૂર એ વિશ્ર્વમાં અજરા-અમર રહેશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ભારતીય સૈન્યની વીરતા, મહિલા સ્વાભિમાન અને ધર્મો રક્ષતિ રક્ષિત:ને ચરિતાર્થ કરતું ઓપરેશન સિંદૂર એ વિશ્ર્વમાં અજરા-અમર રહેશે
Author

ભારતીય સૈન્યની વીરતા, મહિલા સ્વાભિમાન અને ધર્મો રક્ષતિ રક્ષિત:ને ચરિતાર્થ કરતું ઓપરેશન સિંદૂર એ વિશ્ર્વમાં અજરા-અમર રહેશે

Khaskhabar Editor
Last updated: 2025/06/04 at 5:17 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

વિશેષ લેખ ભારત પંડયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાહસિક નેતૃત્વ, યુદ્ધ નીતિ અને કુટનીતિથી પાકિસ્તાન સતત ધ્રુંજી રહ્યું છે

- Advertisement -

આ સમય ‘યુદ્ધ’નો નહીં, પરંતુ ‘બુદ્ધ’નો છે તેમ કહી વડાપ્રધાન મોદીએ વિશ્ર્વ શાંતિ અને લોકકલ્યાણનો સંદેશ આપ્યો હતો

લાલ રંગનું સિંદૂર શોભા,સૌભાગ્ય અને સુખ વધારનારૂં છે. શુભ અને તમામ ઈચ્છાઓ પૂરી કરનારું છું. હે દેવ, તમે તેનો સ્વીકાર કરો.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોની હત્યા કરી મહિલાઓના સિંદૂર ભૂંસનાર પાકિસ્તાનના આતંકવાદીઓ સામે ભારતીય સૈન્યની વીરતા, મહિલા સ્વાભિમાન અને ધર્મો રક્ષતિ રક્ષિત:ને ચારિતાર્થ કરતું ઓપરેશન સિંદૂર એ વિશ્વમાં અજરા-અમર રહેશે. દેશની 140 કરોડની જનતાએ જ નહીં, વિશ્વના તમામ દેશોએ ‘સિંદૂર’નો અર્થ, ભાવ અને શક્તિની વિશેષ નોંધ લીધી છે. આ ઓપરેશને વિશ્વને આતંકવાદ સામે અને નારી સુરક્ષા માટેની અકલ્પનીય અને અદભૂત દિશાદર્શન તેમજ શક્તિની પ્રેરણા આપી છે.

જેમ દેશનાં દરેક નાગરીકો માટે ‘તિરંગો’ એ ભારતની આન-બાન-શાન છે તેમ ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓ માટે ‘સિંદૂર’ આન-બાન-શાન છે. તે નરેન્દ્ર મોદીએ સૈન્યશક્તિના ઓપરેશન સિંદૂરથી વિશ્ર્વને પ્રતિતી કરાવી દીધી છે. વિશ્ર્વમાં સૌથી વધુ ચર્ચા, લેખો અને સમાચારોમાં તેની વિશેષ નોંધ લેવાઈ છે. ગુજરાતમાં ચાર જગ્યાએ તિરંગાયાત્રામાં મારે પ્રત્યક્ષ જવાનું થયું. સતત દેશ-વિદેશની ચેનલો, સમાચારપત્રો જોયાં-જાણ્યાં પછી એટલું ચોક્કસ કહી શકાય કે..રામાયણમાં માતા સીતાજીને માથામાં સિંદૂર પૂરતા જોઈને હનુમાનજીએ સીતામાતાને કહ્યું કે, તમે કેમ સિદૂંર કેમ લગાવો છો ?
સીતાજીએ કહ્યું કે હું મારા પતિ રામના લાંબા આયુષ્ય અને મંગલકામના માટે આ સિંદૂર લગાવું છું. સીતાજીની આ વાત સાંભળીને હનુમાનજી એ પણ આખા શરીર ઉપર સિંદૂર ચોપડી દીધું. જે રીતે પ્રભુભક્તિ માટે સિંદૂરીયા હનુમાનજી પ્રચલિત થયાં. તે રીતે દેશભક્તિ અને નારીસુરક્ષા ગૌરવ માટે સિંદૂરીયા નરેન્દ્ર મોદી યુદ્ધના ઈતિહાસમાં યાદગાર રહેશે. ભારતના વીરજવાનોએ માત્ર 22 મિનિટમાં પાકિસ્તાનના 9 સ્થાન ઉપર 100 જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો અને 12 જેટલા એરબેઝને નુકસાન પહોંચાડ્યું. તેમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની પ્રજા કે સૈન્યને ટાર્ગેટ કરી નથી. અત્યારે ભારતના તમામ રાજકીય પક્ષોના 59 જેટલાં નેતાઓ સાથે 85 રાજપૂતો સાથે 7 પ્રતિનિધી મંડળો 32 જેટલાં દેશોમાં પ્રવાસ કરીને આતંકવાદી પાકિસ્તાનને કરતુતોને વિશ્વ સમક્ષ ખુલ્લા પાડી રહ્યાં છે અને ભારતની આતંકવાદ સામેની ઝીરો ટોરેલેન્સ નીતિ સાથે ભારતનું ગૌરવ વધારી રહ્યાં છે. આતંકવાદ સામેની લડાઈમાં વિશ્વને એક કરવા માટેના સમર્થનમાં આજે ભારત નેતૃત્વ કરી રહ્યું છે.
નરેન્દ્ર મોદીના સાહસિક નેતૃત્વ, યુદ્ધ નીતિ અને કુટનીતિથી પાકિસ્તાન સતત ધ્રુંજી રહ્યું છે. ભારતના કોઇપણ આતંકવાદી દૂશ્મનને પાકિસ્તાનમાં શોધી શોધીને મારવામાં આવે છે અને તેના અડ્ડાઓને પણ નાશ કરવામાં આવે છે. પાકિસ્તાનમાં રાજકીય ભયંકર અસ્થિરતા છે. બલુચિસ્તાનમાં બળવો છે. તેના લશ્કર સામે જનતાનો ભયંકર આક્રોશ છે અને તેનું અર્થતંત્ર ખલાસ થઈ રહ્યું છે. જીવન જરૂરીયાતની વસ્તુઓનો અભાવ છે.

- Advertisement -

પાકિસ્તાનમાં ભયંકર મોંઘવારી અને બેરોજગારીમાં જનતાની હાલત કફોડી છે. જયારે બીજીબાજૂ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે અને વિશ્વમાં માન-સન્માન અને ગૌરવ વધ્યું છે. અત્યારે વિશ્ર્વમાં ચીનના પ્રેસિડેન્ટ ઝીંનપીંગની ‘વિસ્તારવાદી’, રશિયાના પ્રમુખ પુતિનની ‘યુદ્ધવાદી’, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ‘ટેરીફવાદી’ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘વિકાસવાદી’ છાપ બની છે. જાપાનને પાછળ રાખીને ભારત વિશ્ર્વની ચોથા નંબરની અર્થવ્યવસ્થા બની છે. વર્ષ 2014માં ભારતનું અર્થતંત્ર 2 ટ્રિલીયન ડોલર હતો.
હવે, એપ્રિલ-25માં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (ઈંખઋ) ના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રીપોર્ટ મુજબ અર્થતંત્રને 4 ટ્રિલીયન પર પહોંચાડીને આત્મનિર્ભર ભારતે વિશ્વને વિરાટ શક્તિનું દર્શન કરાવી દીધું છે.
મિડીયા વોર અને માઈન્ડ વોરના જમાનામાં લોકોને યુદ્ધનો માહોલ ગમતો હોય છે પરંતુ, યુદ્ધ પછીની બેહાલી ગમતી નથી. અત્યારે વર્લ્ડવોર જેવી પરિસ્થિતિ છે. ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાં તેમજ રશિયા અને યુક્રેન વચ્ચેના દૃશ્યો સતત ટીવી પર આવતાં જોઈને નિર્દોષ લોકોના જાનમાલની ખુવારી, ખંડેર થતાં બિલ્ડીંગો, ભાંગેલા-તુટેલા ઘરો, રોટી માટેની રોક્કળ સાથે ફાંફા મારતા ટોળાઓ, મહિલા અને બાળકોના હ્યદયદ્વાવક દૃશ્યોથી ભારતની માનવતાને પીડા થતી હોય છે. એટલે જ, નરેન્દ્ર મોદીએ રશિયા સહિત દેશોને “આ સમય ‘યુદ્ધ’નો નહીં, પરંતુ ‘બુદ્ધ’નો છે” કહીને વિશ્વ શાંતિ અને લોકકલ્યાણનો સંદેશ આપ્યો હતો.

વિશ્વના કેટલાંક દેશો ભારતના નેતૃત્વ, વિકાસ અને પ્રગતિની ઈર્ષ્યા કરી રહયાં છે. કેટલાંક દેશોને પોતાના શસ્ત્રો વેચવામાં રસ છે. એટલે યુદ્ધ થાય એમાં રસ છે. પરંતુ મોદીજી કોઈનાં દબાણમાં કે યુધ્ધની ટ્રેપમાં ન આવ્યાં. ભારતે પાકિસ્તાનની જનતા કે લશ્કરને નુકશાન પહોચાડ્યાં વગર માત્ર આતંકવાદીઓ, તેના અડ્ડાઓને અને એરબેઝનો ખાત્મો કરીને યુધ્ધની શુધ્ધતા દ્વારા પોતાની મજબુત સૈન્ય શક્તિના દર્શન કરાવી દીધાં છે. ભારતની નીતિ એ યુદ્ધ – શુદ્ધ – બુદ્ધની નીતિ રહી છે. તે વિશ્વને બતાવી દીધું છે. અને સાથે સાથે નરેન્દ્ર મોદીએ નયા ભારતની ચાણકયનીતિ અને યુધ્ધ નીતિ દ્વારા સ્પષ્ટ જણાવી દીધું છે કે પાકિસ્તાન કોઈપણ આતંકી કૃત્ય કરશે તો તે યુધ્ધ જ ગણાશે. અને ભારત યુધ્ધની જેમ જ તેનો જડબાતોડ જવાબ આપશે. એટલે કે ‘ઓપરેશન સિંદૂર’ હજુ પૂરું થયું નથી. એ ચાલુ જ રહેશે.

અત્રે ઉલ્લેનીય છે કે, વિશ્વ અને યુ.એન.માં સૌ પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વશાંતિ માટે વૈશ્વિક આતંકવાદને ડામવા સહુએ એક થઈને યોગ્ય દિશામાં કામ કરવું પડશે.તેવી હાંકલ કરી હતી. ફરીથી, તેમણે પાકિસ્તાન અને સમગ્ર આતંકવાદ સામે લડાઈ લડવા માટે ભારતના 144 પ્રતિનિધીઓને 32થી વધુ દેશોમાં મોકલીને વિશ્વને એક થવા માટે આહવાન કર્યું છે.
પ્રહારાય સન્નિહિતા: જયાય પ્રશિક્ષિતા: હુમલો કરવા માટે તૈયાર, જીતવા માટે પ્રશિક્ષિત

You Might Also Like

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય

ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ

શેમરોક  : આયર્લેન્ડના હૃદયમાં વસેલું ત્રણ પર્ણોનું લીલુંછમ રહસ્ય

“સુંદરતા યુવાનીમાં નહીં, અનુભવમાં વસે છે.”

TAGGED: Operation Sindoor
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 50% ટેરિફ લાદવામાં આવ્યો
Next Article જાફરાબાદના નાગેશ્રી ગામ નજીક નેશનલ હાઇવે પર ટુ-વ્હીલર અને ફોરવ્હીલ કાર વચ્ચે અકસ્માત સર્જાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગૂગલ ફોર્મનું ચક્રવ્યૂહ!

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
‘પડીકા’ પર પ્રતિબંધ : ઉમરેઠી અને આદ્રી ગામે વેફર્સ, કૂરકૂરે, ફાઈમ્સ, મેગી, પાસ્તા સહિતના કેટલાંય પેકેજ્ડ ફૂડ પ્રતિબંધ મુકાયો
‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
ઉકેલ ન આવે તો….રાતૈયા ગામે ગ્રામજનો પ્રદૂષિત પાણી મુદ્દે કાલે ઉપવાસ આંદોલન કરશે
નવરાત્રિ પહેલાં નવાજૂની પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે
રાજકોટમાં આર્થિક ભીંસ દૂર કરવા 100 અને 500ની નકલી નોટો છાપનાર અશિક્ષિત કિશન સોલંકીની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?