સ્થાનિક પોલીસની નિંભરતા, લોકોમાં રોષ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ નજીકના શાપર-વેરાવળ પાસે આવેલા પડવલા ગામે ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂનો ધંધો થઈ રહ્યો છે એવી ગંભીર ફરિયાદો સામે આવી રહી છે. સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે, બુટલેગરો અને પોલીસ વચ્ચે ગાઢ મિલીભગત હોવાથી ખુલ્લેઆમ દારૂ વેચાણ છતાં કોઈ પગલાં લેવામાં આવતાં નથી.
જાહેરમાં દારૂ વેચાતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પણ ન તો સ્થાનિક પોલીસ અને ન તો સ્ટેટ મોનિટરિંગ સેલે કોઈ પ્રકારની કાર્યવાહી કરી છે. લોકોમાં એવી ચર્ચાઓ છે કે સ્ટેટ મોનિટરિંગ સેલનું પણ શાપર-વેરાવળમાં સેટિંગ થઈ ગયું હોય તેમ લાગે છે. ખાસ કરીને બુધવાર અને રવિવારના રોજ મોટા પાયે દારૂનું વેચાણ થતું હોવાની માહિતી સ્થાનિક સૂત્રો દ્વારા મળી રહી છે.
આ મામલે અનેક વખત અહેવાલો છપાયા બાદ પણ પોલીસનું પેટનું પાણી ન હલાવતું હોય તેવો આક્ષેપ પણ લોકો કરી રહ્યા છે. જો કે સ્ટેટ મોનિટરિંગ સેલનો ઉદ્દેશ તફિંયિૂંશમય દારૂના ગુનાહોને નિયંત્રિત કરવાનો છે, ત્યારે પ્રશ્ર્ન ઉઠે છે કે આખા સૌરાષ્ટ્રમાં શાપર-વેરાવળ જ દારૂ દરોડાથી કેમ વંચિત છે?
સ્થિતિ એટલી બિહામણ છે કે એક મેદાનમાં સ્ટેન્ડની અંદર દારૂની પેટીઓ ખુલ્લેઆમ ગોઠવીને વેપાર થતો હોય છતાં અધિકારીઓ આંખ મીચી બેઠા હોય તેવું જણાય છે.
હવે સ્થાનિક નાગરિકો અને સમાજસેવી સંગઠનો રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને આ બાબતે દખલ આપી નિષ્ઠાવાન પોલીસની ટીમ મોકલીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.