મૂળી હાઈવે અને પાટડીના ભોજવા ગામ નજીક અકસ્માત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે પણ અકસ્માતના બનાવો સામે આવ્યા છે જેમાં મૂળી હાઈવે પર ઈકો કાર અને પાટડીના ભોજવા ગમે સામસામે કાર અથડાતા અકસ્માત થયો હતો. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળી હાઈવે પર ઈકો કાર ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર સાત જેટલા લોકોને નાની મોટી ઇજા પામી હતી જ્યારે કાર ચાલક ભવસંગભાઈ ઉર્ફે મનુભાઈ બચુભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ તરફ પાટડી તાલુકાના ભોજવા ગામે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. બંને કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી જેમાં બંને કાર સવારને ઇજા પામી હતી. આ બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ ખસેડાયા હતા જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.