અગાઉ ખરાબ હવામાનને કારણે પણ પ્રક્ષેપણ મુલતવી રખાયું હતું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ઈંજજ) પર લઈ જનારું એક્સિયોમ-4 મિશન ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું છે. આ મિશન, જે મૂળરૂપે 10 જૂને પ્રક્ષેપિત થવાનું હતું, તે ‘પ્રતિકૂળ હવામાન’ ને કારણે 11 જૂન પર મુલતવી રાખવામાં આવ્યું હતું અને હવે રોકેટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને ફરીથી મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે.
- Advertisement -
સ્પેસએક્સ, જેનું ફાલ્કન 9 રોકેટ આ મિશન અંતર્ગત અવકાશયાત્રીઓને ઈંજજ સુધી લઈ જવાનું હતું, તેણે ડ (અગાઉ ટ્વિટર) પર જાહેરાત કરી છે કે રોકેટમાં ‘પોસ્ટ સ્ટેટિક ફાયર બૂસ્ટર ઇન્સ્પેક્શન દરમિયાન કઘડ્ઢ (લિક્વિડ ઓક્સિજન) લીકેજ’ ઓળખવામાં આવ્યું છે, જેને સુધારવા માટે વધારાના સમયની જરૂર છે. સ્પેસએક્સે જણાવ્યું હતું કે, “અમે આવતીકાલના ફાલ્કન 9 ના અડ્ઢ-4 લોન્ચને સ્થગિત કરી રહ્યા છીએ જેથી સ્પેસએક્સ ટીમોને પોસ્ટ સ્ટેટિક ફાયર બૂસ્ટર નિરીક્ષણ દરમિયાન ઓળખાયેલા કઘડ્ઢ લીકેજને સુધારવા માટે વધારાનો સમય મળી શકે. એકવાર પૂર્ણ થયા પછી – અને રેન્જની ઉપલબ્ધતા બાકી હોય – અમે નવી લોન્ચ તારીખ શેર કરીશું.”
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈંજછઘ)એ આ મિશન શા માટે ફરીથી મુલતવી રાખવામાં આવ્યું તે અંગે વધુ પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, લોન્ચ પેડ પર હાથ ધરવામાં આવેલા સાત સેક્ધડના હોટ ટેસ્ટ દરમિયાન પ્રોપલ્શન બેમાં કઘડ લીકેજ જોવા મળ્યું હતું. ઈંજછઘ એ ડ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘ફાલ્કન 9 લોન્ચ વ્હીકલના બૂસ્ટર સ્ટેજની કામગીરીને માન્ય કરવા માટે લોન્ચ વ્હીકલની તૈયારીના ભાગરૂપે, લોન્ચ પેડ પર સાત સેક્ધડનો હોટ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એવું સમજાય છે કે ટેસ્ટ દરમિયાન પ્રોપલ્શન બેમાં કઘડ લીકેજ જોવા મળ્યું હતું. આ વિષય પર એક્સિયોમ અને સ્પેસએક્સના નિષ્ણાતો સાથે ઈંજછઘ ટીમ દ્વારા ચર્ચાના આધારે, લીકેજને સુધારવા અને લોન્ચ માટે મંજૂરી આપતા પહેલા જરૂરી માન્યતા પરીક્ષણ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેથી, પ્રથમ ભારતીય ગગનયાત્રીને ઈંજજ પર મોકલવા માટે 11 જૂન 2025 ના રોજ નિર્ધારિત એક્સિયોમ 04 નું પ્રક્ષેપણ મુલતવી રાખવામાં આવ્યું છે.” આ પહેલો વિલંબ નથી
આ મિશન મુલતવી રાખવાનો આ પહેલો બનાવ નથી. અગાઉ, 10 જૂને પ્રક્ષેપિત થવાનું હતું, પરંતુ “પ્રતિકૂળ હવામાન” ને કારણે તેને 11 જૂન પર મુલતવી રાખવામાં આવ્યું હતું, એમ ઈંજછઘએ સોમવારે જાહેરાત કરી હતી. મિશન 11 જૂને સાંજે 5:30 વાગ્યે ઈંજઝ પર ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે ફરીથી વિલંબ થયો છે.
નવી લોન્ચ તારીખ અને સમય હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. ભારતીય વાયુસેનાના પાઇલટ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને એક્સિયોમ 4 મિશન માટે પાઇલટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી હશે, અને રાકેશ શર્માના 1984 માં સોવિયેત રશિયાના સોયુઝ અવકાશયાન પરના સીમાચિહ્ન મિશનના 41 વર્ષ પછી અવકાશની યાત્રા કરનારા માત્ર બીજા ભારતીય બનશે.
- Advertisement -
રોકેટમાં LOX લીકેજ મળતા સ્પેસએક્સ દ્વારા નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે
શુભાંશુ સાથે અન્ય ત્રણ અવકાશયાત્રી જશે 2,000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ
એક્સિઓમ 4 મિશનના ક્રૂમાં ભારત, પોલેન્ડ અને હંગેરીના સભ્યોનો સમાવેશ થાય છે. સ્લાવોજ ઉઝનાન્સ્કી 1978 પછી અવકાશમાં જનારા પોલેન્ડના બીજા અવકાશયાત્રી હશે. ટિબોર કાપુ 1980 પછી અવકાશમાં જનારા હંગેરીથી બીજા અવકાશયાત્રી હશે. અમેરિકન પેગી વ્હિટસનનું આ બીજું વ્યાપારી માનવ અવકાશ ઉડાન મિશન છે. શુભાંશુ શુક્લા મૂળ ઉત્તરપ્રદેશના લખનઉના રહેવાસી છે. 12મા ધોરણ પછી તેમણે રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી (ગઉઅ)ની પ્રવેશ પરીક્ષા પાસ કરી અને અહીંથી સ્નાતકની ડિગ્રી મેળવી. ગઉઅએ ભારતની એક અગ્રણી સંસ્થા છે, જે સશસ્ત્ર દળો (સેના, નૌકાદળ અને વાયુસેના) માટે ઓફિસર કેડેટ્સને તાલીમ આપે છે. એ તાલીમ તેમજ શૈક્ષણિક ડિગ્રીઓ પ્રદાન કરે છે, જે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (ઉંગઞ) નવી દિલ્હી સાથે જોડાયેલી છે. શુભાંશુને 17 જૂન, 2006ના રોજ ભારતીય વાયુસેનાના ફાઇટર વિંગમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેઓ એક અનુભવી ફાઇટર અને ટેસ્ટ પાઇલટ છે. તેમની પાસે 2000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે.