ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી નિમિતે દરેક સરકારી કચેરીમાં કામકાજનાં સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત,પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ-2013 હેઠળ રચવામાં આવેલા આંતરિક સમિતિના સભ્યો તથા મહિલા કર્મચારીઓની જાગૃત્તિ અર્થે સેમિનાર યોજાયો હતો.
“કામકાજનાં સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-2013” વિષય પર જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સતા મંડળ સેક્રેટરી પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સેમિનારમાં વિવિધ કચેરીના મહિલા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.તથા એન.આર.વેકરીયા માસ્ટર ઓફ લો કોલેજના પ્રોફસર ડો.નિરંજનાબેન મહેતાએ કામકાજનાં સ્થળ પર કયા પ્રકારના વ્યવહારને જાતીય સતામણી કહેવાય? જાતીય સતામણીનો ભોગ બનતી હોય તે મહિલાઓ આ અંગેની અરજી ક્યા સ્થળ પર અને કેટલા દિવસમાં કરી શકે? આ અંગે કાયદાકીય જોગવાઈ, દંડ અને સજાના પ્રાવધાનો, મહિલાઓના બંધારણીય અધિકારો, ઘરેલુ હિંસા, જાતિય સતામણી સામે કાયદાકીય રક્ષણ વગેરે વિશે માર્ગદર્શન આપ્યું હતું.
- Advertisement -
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી. જી. સોજીત્રાએ તેમના ઉદ્દબોધનમાં, કામકાજના સ્થળે જાતીય સતામણી અટકાયત અધિનિયમ – 2013 વિશે પ્રાથમિક વિગતો આપી હતી. સખી વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પ લાઇન, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાવો, વ્હાલી દીકરી સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત વિગતો આપી હતી.