મુકેશ અંબાણી હવે દુનિયાનાં ટૉપ 10 અમીરોની લિસ્ટમાંથી બહાર થઈ ગયાં છે. ટૉપ 10 ધનવાનોની લિસ્ટમાં હવે માત્ર એક જ ભારતીય અરબોપતિ છે અને એ છે ગૌતમ અદાણી.

ભારતનાં શીર્ષ બિઝનેસમેનમાંથી એક અરબોપતિ મુકેશ અંબાણી હવે દુનિયાનાં ટૉપ 10 અમીરોની લિસ્ટથી બહાર થઈ ગયાં છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણી આ લિસ્ટમાં 11માં સ્થાને છે.

મુકેશ અંબાણી આ લિસ્ટમાં 11માં સ્થાને
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતમાં માર્કેટ કેપ અનુસાર સૌથી મોટી કંપની છે અને મુકેશ અંબાણી તેના માલિક છે. ઘણાં લાંબા સમયથી બ્લૂમબર્ગ બિલિયનર ઈન્ડેક્સનાં ટોપ 10 અમીરોની લિસ્ટમાં તેઓ શામેલ હતાં પરંતુ ગયાં અઠવાડિયે તેમની સંપત્તિમાં ઘટાડો નોંધાતા તેઓ આ લિસ્ટમાંથી બહાર થઈ ગયાં છે. મુકેશ અંબાણીની પાસે હાલમાં 85.2 અરબ ડોલરની નેટવર્થ છે અને છેલ્લે આવેલા આંકડાઓ અનુસાર તેમની સંપત્તિમાં 778 લાખ અરબ ડોલરનો ઘટાડો નોંધાયો છે. આ વર્ષમાં જોઈએ તો મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 1.93 અરબ કરોડ ડોલરનો ઘટાડો થયો છે. મુકેશ અંબાણીને પાછળ છોડનાર સ્ટીવ બાલ્મર છે જે અમેરિકી બિઝનેસમેન છે. હાલમાં તેમની પાસે 86.1 અરબ કરોડની વેલ્થ છે. અમેરિકાનાં સર્ગી બ્રિન વેલ્થનાં મુદે 9માં સ્થાન પર છે અને તેમની પાસે હવે 87.2 અરબ ડોલરની સંપત્તિ છે, છેલ્લા આંકડાઓથી સર્ગી બ્રિને 3.84 અરબ ડોલરની વધુ સંપત્તિ મેળવી છે જેના આધાર પર તેઓ 7.86 અરબ ડોલરની સંપત્તિ મેળવી ચૂક્યાં છે.

ટોપ 10ની લિસ્ટમાં હવે માત્ર એક જ ભારતીય
દુનિયાનાં સર્વોચ્ચ 10 અમીરોની લિસ્ટમાં હવે એક જ ભારતીય ગૌતમ અદાણીનું નામ શામેલ છે. તેમની પાસે હાલમાં 121 અરબ ડોલરની સંપત્તિ છે અને આ વર્ષે તેમણે 188 લાખ ડોલરની વધુ નેટવર્થ મેળવી છે.

જાણો આ ટોપ 10 લિસ્ટમાં ધનીકોનાં નામ
1. બર્નાર્ડ અરનૉલ્ટ- 186 અરબ ડોલર
2. એલોન મસ્ક- 139 અરબ ડોલર
3. ગૌતમ અદાણી- 121 અરબ ડોલર
4. જેફ બેજોસ-120 અરબ ડોલર
5. બિલ ગેટ્સ- 111 અરબ ડોલર
6. વૉરેન બફે- 108 અરબ ડોલર
7. લેરી એલિસન- 97.5 અરબ ડોલર
8. લેરી પેજ- 90.9 અરબ ડોલર
9.સર્ગી બ્રિન- 87.2 અરબ ડોલર
10. સ્ટીવ બાલ્મર-86.1 અરબ ડોલર