આર્થિક કટોકટીનાં સમયે પાકિસ્તાનમાં હવે માસ પાવરકટ થયો છે. આ દેશનાં ઈસ્લામાબાદ, કરાંચી અને પેશાવર ક્ષેત્રનાં 22 જિલ્લાઓમાં વીજળી ગૂલ થઈ છે જેના પર ઊર્જા મંત્રાલયનું નિવેદન જાહેર થયું છે.

આર્થિક સંકટનો સામનો કરી રહ્યું પાકિસ્તાન પોતાની જનતા માટે વધુ મુશ્કેલીઓ પેદા કરી રહ્યું છે. સોમવારે સવારે પાકિસ્તાનમાં માસ પાવરકટ થયો છે. આ દેશનાં ઈસ્લામાબાદ, કરાંચી અને પેશાવર ક્ષેત્રનાં 22 જિલ્લાઓમાં વિજળી ગૂલ થઈ છે જેના પર ઊર્જા મંત્રાલયનું નિવેદન જાહેર થયું છે.

નેશનલ ગ્રિડમાં ખરાબી
સરકારે કહ્યું છે કે મેન્ટેનંસનું કામ ચાલી રહ્યું છે. આશા છે કે ટૂંક સમયમાં વીજળીનો સપ્લાય શરૂ થઈ જશે. પાકિસ્તાની મીડિયા અનુસાર આ માસ પાવરકટ નેશનલ ગ્રિડમાં ખરાબી આવ્યા બાદ થયું છે. નેશનલ ગ્રિડ સિસ્ટમમાં આ ખરાબી સવારે 7.34એ આવી હતી. પાકિસ્તાનનાં મંત્રાલયનાં નિવેદન પહેલાં જ ત્યાંની કેટલીક કંપનીઓએ ઈલેક્ટ્રીસિટી કટની માહિતી સોશિયલ મીડિયા પર જણાવી હતી.

22 જિલ્લાઓમાં પાવર કટની મોટી સમસ્યા
ક્વેટા ઈલેક્ટ્રિક સપ્લાય કંપની અનુસાર સિંઘનાં ગુડ્ડૂ ક્ષેત્રથી ક્વેટા જનારી 2 ટ્રાંસમિશન લાઈન ટ્રિપ થઈ ગઈ છે. જેના કારણે ક્વેટા સહિત બલૂચિસ્તાનનાં 22 જિલ્લાઓમાં પાવર કટની મોટી સમસ્યા ઊભી થઈ છે. કરાંચીનાં કેટલાક વિસ્તારોમાં પણ વીજળી ગૂલ થઈ ગઈ છે.