એક શો માટે દિલ્હી ગયેલ સુનીલ પાલ સાથે કલાકો સુધી સંપર્ક ન થતાં પત્નીએ મંગળવારે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
કોમેડિયન અને એક્ટર સુનીલ પાલ એક શો માટે મુંબઈની બહાર ગયા હતા પરંતુ કેટલાક કલાકો સુધી ગુમ થતાં તેમનો સંપર્ક ન થતાં તેમની પત્નીએ મંગળવારે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ હાલ રિપોર્ટ મળી રહ્યા છે કે, તેઓ સુરક્ષિત છે અને મુંબઈ પરત ફરી રહ્યા છે.
- Advertisement -
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ વાનખેડે એ માહિતી આપતા જણાવ્યું કે, “તેમણે મને કહ્યું કે, એક સમસ્યામા ફસાય ગયા હતા .પરંતુ તે તેમાંથી બહાર છે. તે હવે દિલ્હીથી મુંબઈ માટે ઉડાન ભરી રહ્યા છે,” ક્રાઈમ બ્રાન્ચના વરિષ્ઠ પોલીસ અધિકારી દયા નાયકે જાણકારી આપી કે અભિનેતા સુરક્ષિત મળી આવ્યા છે અને હવે ઘરે પરત ફરી રહ્યા છે. હવે કેસના તથ્યોની તપાસ કરી રહ્યા છે. સુનીલ પાલ મુંબઈથી એક શો માટે દિલ્હી ગયા હતા અને 3 ડિસેમ્બરે ઘરે પરત ફરવા ના હતા.પરંતુ તેઓ ઘરે ન આવતા પત્ની એ પોલીસ મા ફરિયાદ નોંધાવી હતી.
તેઓએ ફોન કોલ પર વિશિષ્ટ વાતચીત કરી ખુલાસો કર્યો હતો કે તેનું ’અપહરણ’ કરવામાં આવ્યું હતું. તેે ઉતાવળમાં હતા અને તેણે કહ્યું કે તે દિલ્હીથી મુંબઈ આવી રહ્યા છે અને તે આવતીકાલે વિગતવાર માહિતી આપશે. સુનીલ પાલ એક ભારતીય હાસ્ય કલાકાર, અભિનેતા છે જેમણે બોલીવુડની વિવિધ ફિલ્મોમાં હાસ્ય કલાકાર ની ભૂમિકાઓ ભજવી છે. તે કોમેડી શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જની પ્રથમ સીઝન ના વિજેતા હતા.
2010 માં, તેમણે એક કોમેડી ફિલ્મ, ભાવનાઓ કો સમજો લખી અને દિગ્દર્શિત કરી હતી જેમાં સિરાજ ખાન, જોની લીવર, રાજુ શ્રીવાસ્તવ, કપિલ શર્મા, નવીન પ્રભાકર, અહેસાન કુરેશી, સુદેશ લેહરી અને અન્ય સહિત 51 સ્ટેન્ડ-અપ કોમેડિયન હતા.