છેલ્લા છ વર્ષથી ભારત માથે પનોતી બેઠી હોય તેમ ચોરી,લૂંટ,બળાત્કાર, ધાકધમકી, ખૂન વગેરે જેવી અનેક ધટનાએ રોદ્ રૂપ ધર્યું છે. દેશમાં દરરોજ સતાસી બળાત્કાર થાય છે. જાણે ભારત બળાત્કાર માં જ મહાન ન બની રહયું હોય !

ભાજપ સરકાર આવ્યા પછી કાયદો – કાનૂન કથળી પડયો છે. તેમાય દલિતો અને મુસ્લિમોને ટારગેટ બનાવાઇ રહયા છે. સરકાર વિકાસના નામે વાજા વગાડી રહી છે ને તેની નજર સામે બેન દીકરીઓના ચીર હરણ થઈ રહયા છે. કચ્છ ના દેવજીભાઇ મહેશ્વરી તથા ઉતર પ્રદેશના હાથરસન ગામની દલિત યુવતિ ની હત્યા ના પડધા સમાજ ઉપર પડયા છે

આ બન્ને ધટનાઓએ માણાવદર તાલુકા ના દલિતોમાં ગુસ્સો પ્રેર્યા છે આજરોજ આ અંગેનું એક આવેદનપત્ર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના તાલુકા પ્રમુખ ભાવિનભાઇ રાઠોડ અને ભરતભાઈ પરમાર ના નેજા હેઠળ માણાવદર મામલતદાર ને અપાયું છે. અને જવાબદારો સામે કડક કાર્યવાહી તથા ઉતર પ્રદેશ સરકાર ને હાંકી કાઢી રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવે.કચ્છ ના દેવજીભાઇ મહેશ્વરી ના પરિવાર ને સહાય સાથે એક વ્યક્તિ ને કાયમી નોકરી તથા પરિવાર ને પોલીસ રક્ષણ આપવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે માગણી કરી છે.હાથરસની યુવતીનો હત્યા નો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા તથા જવાબદારો ને ફાંસી ની સજા આપવા મંચે માગણી કરતા જણાવ્યું છે કે હાથરસ હત્યા બળાત્કાર કેસની તપાસ કરી રહેલા ડી.એમ.જેવા કોઇ અધિકારી સામેલ હોય તો તેને બરતરફ કરવામાં આવે

આજરોજ દલિતો નો રસ્તા પર ગુસ્સો ઊભરાઇ આવ્યો હતો અને ભાજપ તથા યોગી અને મોદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા.ભાજપ સરકારે હવે જાગવાની જરૂર છે ઉતર પ્રદેશ તો ભડકે બળે છે સાથે સાથે આખો દેશ પણ ભયથી ધ્રુજી રહયો છે.સાધુના હાથમાં સતા ના શોભે સાધુને રાજકારણ સાથે સંબંધ ન હોય

સંત તો હંમેશા સૌનું ભલું જ ઈચ્છે પણ સંત જયારે રાજકારણ ના રંગે રંગાય ત્યારે જ અધર્મ વધી પડે છે એમ બુધ્ધિશાળી લોકોના મુખેથી સંભળાય રહયું છે. ભાજપે વેળાસર હવે ચેતી જવું પડશે.મહિલાઓ આજે ધરની બહાર નીકળી શકે તેવી સ્થિતિ માં રહી નથી ચારે તરફ નરાધમો જાળ બિછાવીને બેઠા છે. શું ભાજપને આ વાતની ખબર નથી કાનૂન મંત્રી તો આવી ધટના પછી કશું જ બોલતા નથી એ શરમની વાત કહેવાય લોકો ભાજપ ની નિતીને આજે વગોવી રહયા છે. આ આવેદનપત્ર આપતી વખતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના જિલ્લા પ્રમુખ ભરતભાઈ પરમાર, ભાવિનભાઇ રાઠોડ, સુરેશભાઈ કાબા, સંજયભાઈ રાઠોડ, પ્રવિણભાઇ પરમાર તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના કાર્યકરો બોહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા

જીજ્ઞેશ પટેલ માણાવદર