બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ 

પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશન પોલીસ માટે આશિર્વાદ સમાન

ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે જીલ્લાના પોલીસ અધિકારીઓને મિલક્ત સંબંધી ગુન્હા બનતા અટકાવવા અને બનેલ ગુન્હાઓ ડિટેકટક કરવા સુચના આપેલ હતી
તેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે ચિત્રા-સિદસર રોડ ફિલ્ટર પાણીની ટાંકી પાસેથી આરોપી મહેશભાઇ હિંમતભાઇ મકવાણા ઉ.વ.૩૩ રહેવાસી ફિલ્ટર ટાંકી પાસે મફતનગર, ભાવનગર મુળ વતન બોટાદ હરણકુઇ વાળાને એક શંકાસ્પદ રજીસ્ટ્રેશન કાગળો વિનાના હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું એન્જીન નંબર HA10EWGHA63675 તથા ચેચીસ નંબર MBLHA10BWGHA10648 વાળા સાથે મળી આવતા સદર મોટર સાયકલની એન્જીન, ચેચીસ નંબર આધારે પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનથી તપાસ કરતા આ મોટર સાયકલના આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન નંબર GJ 13 AC 4194 ના હોવાનું જણાય આવેલ અને સદર મોટર સાયકલ ચોરી બાબતે બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.ન. ૧૧૧૯૮૦૧૫૨૦૨૦૬૧/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરીમાં ગયેલ મોટર સાયકલ હોવાનું માલુમ પડતા મજકુર આરોપી પાસેથી મળી આવેલ મોટર સાયકલ કિ.રૂ।.૧૫,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે અને આરોપીને પોલીસ નીગરાનીમાં તાબે લઇ બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજાસાહેબ ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. બાવકુદાન ગઢવી તથા યુસુફખાન પઠાણ યોગીનાભાઈ ધાંધલ્યા તથા પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલ જોડાયા હતા.