પ્રવર્તમાન સમયમાં કોરોના જેવી મહામારી ના પ્રકોપ ને કારણે આ રોગનો ભોગ બનનાર વ્યક્તિ ને જરૂર જણાયે સારવાર દરમિયાન લોહીની જરૂર પડે તો તે આસાનીથી ઉપલબ્ધ થઇ શકે તે માટે માણાવદર ના રધુવીર યુવા ગૃપ દ્વારા રધુવીરપરા માં આવેલ મહેર સમાજ ખાતે રકતદાન કેમ્પ નું આયોજન કરેલ હતું જેમાં રાજકોટ ની સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેંકે પોતાની સેવા આપી હતી

આ કેમ્પ નું ઉદ્ધાટન રધુવીર યુવા ગૃપ ના મિત્રો એ કર્યું હતુ આ રકતદાન કેમ્પ માં 108 બોટલ રક્ત એકત્રીત થયું હતું આ કેમ્પ માં માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમા, કેળવણીકાર જેઠાભાઈ પાનેરા, કરશનભાઇ સુત્રેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા

રકતદાન કેમ્પ માં દરેક બ્લડ ડોનરને રાહુલભાઇ તરખાલા અને રધુવીર યુવા ગૃપ દ્વારા આકર્ષક ભેટ આપવામાં આવી હતી. આ કેમ્પ ને સફળ બનાવવા માટે રધુવીર યુવા ગૃપ ના મેરામણભાઇ ઓડેદરા, કિશનભાઇ ઓડેદરા હમીરભાઇ વાઢેર, કરણભાઇ ઓડેદરા, મહેશભાઈ ઓડેદરા, લખુભાઇ વાઢેર, રામભાઇ ભુતીયા, હરદાસભાઇ ઓડેદરા, રણમલભાઇ તરખાલા , બાલુભાઇ પરમાર વગેરે ભારે જેહમત ઉઠાવીને આ કેમ્પ ને સફળ બનાવ્યો હતો

 

જીજ્ઞેશ પટેલ માણાવદર