અરવલ્લી જીલ્લાના મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કઉંકુકડી ગામે પ્રાથમિક શાળાની બાજુમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર LCB પોલીસે ત્રાટકી પાંચ જુગારીઓને દબોચ્યા.

વધુ પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પરમાર અને તેમની ટીમ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની બદી અંગે કઉંકુકડી ગામના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

ત્યારે બાતમીના આધારે કઉંકુકડી ગામની પ્રાથમિક શાળાની બાજુમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી ગોળ કુંડાળું વળી જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી ગંજીપાનાં, દાવ પર લગાવેલા રૂપિયા ૫,૧૦૦/-તથા અંગઝડતીમાં મળેલા ૧૧,૧૦૦/- મળી કુલ રકમ રૂપિયા ૧૬,૧૦૦/- સાથે પકડાયેલા આરોપીઓમાં (૧)બાબુભાઈ સાહેબખાન ભટ્ટી રહે. કઉકુકડી .(૨)રજાક જામુખા ભટ્ટી. રહે કઉકુકડી. (૩)રઝાક ફકીરમહંમદ ભટ્ટી. રહે. કોલેજ છાપરા, મોડાસા. (૪) મહંમદ ગુલામનબી પટેલ. રહે. ૨૫, રોનક સોસાયટી, મોડાસા. (૫) સલીમ અબ્દુલકરીમ ઘાંચી રહે. સમૈહિદાયત સોસાયટી, મોડાસા. ની ધરપકડ કરી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જગદીશ સોલંકી (અરવલ્લી)