ઉપલેટામાં હિન્દુ અધ્યાત્મિક અને સેવા પ્રતિષ્ઠાન તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના ઉપક્રમે સંપૂર્ણ ભારત ભરમાં રવિવારે સવારે ૧૦ થી ૧૧ વાગ્યે પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો હતો.


પ્રકૃતિ વંદનનો સંપૂર્ણ કાર્યક્રમ ઓનલાઈન હતો અને આ ઓનલાઈન કાર્યક્રમનું અગાઉથી જ રજીસ્ટ્રેસન થઇ ગયેલ હતું જેમાં સંપૂર્ણ ભારતવર્ષમાંથી લાખો પરિવારોએ પોતાના ઘરેથી પ્રકૃતિનું પુજન કરેલ હતું. પંચતત્વ એ જ ઈશ્વર છે. આપના શરીરમાં પણ પંચતત્વનું વિદ્યમાન છે. આ પંચતત્વોને જ જીવનમાં મુખ્ય આધાર ગણવામાં આવે છે. આમાંથી કોઈ એકની ઉણપ થાય તો જીવનમાં રોગ, અશક્તિ, વેદના ઉદ્ભવે છે. પ્રકૃતિનું પુજન અને વંદન તેમજ દર્શન કરવાથી હૃદય પ્રફુલ્લિત બને છે. “છોડમાં રણછોડ”ના ભાવથી ઉપલેટા રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ, ભારત વિકાસ પરિસદ તેમજ વિવિધ ક્ષેત્રના ૧૨૦૦ જેટલા પરિવારોએ પોત પોતાની ઘરે રહીને આ પુજન કરેલ હતું.
આ કાર્યક્રમ ઉપલેટા બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામીનારાયણના સાનિધ્યમાં સંઘના તાલુકા સંચાલક મનસુખભાઈ નારિયા, કાર્યક્રમના સંયોજક સુનીલભાઈ ધોળકિયા, મંદિરના હરિભક્તો, ઉપલેટા મ્યુનીસીપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડો. વલ્લભભાઈ નંદાણીયા સાથે અન્ય હરિભક્તો દ્વારા વર્તમાન નિયમોનું પાલન કરી પ્રકૃતિ વંદના કરેલ. આ કાર્યક્રમમાં આર.એસ.એસ. ના પ.પુ. સરસંઘચાલકજી મોહન ભાગવત ઓનલાઈન થયેલ તથા પષ્ઠપીઠાધીશ્વર પ.પુ. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજના આશીર્વાદ સાથે પુજન આરતી કરી પ્રકૃતિ પુજન કરેલ હતું

અહેવાલ : આશીષ લાલકીયા – ઉપલેટા