ગુજરાતમાં ગયા વર્ષના મગફળી ના સારા બજાર ભાવ તેમજ કપાસમાં ગુલાબી ઇયળ ને કારણે ઉત્પાદન ન આવતા ચાલુ વર્ષે ગુજરાત માં ખેડૂતોએ મગફળી નું પુષ્કળ વાવેતર કરેલ છે. અને ખેતરો માં ધોવાણ પણ થયું છે. છતા પણ મોટાભાગના વિસ્તારમાં મગફળી નો પાક બંમ્પર આવવાની શકયતા રહેલી છે.પરંતુ દર વર્ષે સરકાર ની ખેડૂત વિરોધી નીતિથી ખેડૂતોની પૂરેપૂરી મગફળી સરકાર ખરીદી કરતી નથી અને ના છૂટકે બજારમાં વેચવી પડે છે. તેનું કારણ હેકટર ની મર્યાદામાં જ મગફળી ખરીદી કરે છે.
ખરેખર જો સરકારે ખેડૂતોનું ભલું ઇચ્છવુ હોય તો નાના મોટા તમામ ખેડૂતોએ વાવેલ તમામ મગફળી સરકારે ખરીદી કરવી જોઇએ અને એક હેક્ટરે 125 મણની મર્યાદામાં વિસ્તાર ને ધ્યાને લીધા વગર ખરીદી કરવી જોઇએ જેથી ગુજરાત ના તમામ મગફળી પકવતા ખેડૂતોને આનો લાભ મળે એ માટે સરકાર માં માણાવદર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ અરવિંદભાઇ લાડાણી એ રજૂઆતો કરી છે
જીજ્ઞેશ પટેલ માણાવદર