કોરોના વાઇરસ સામે કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રી દ્વારા શ્રેણીબધ્ધ કામગીરી થઇ રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ રાજકોટ શહેરને કોરોના મુક્ત કરવા દરરોજ ખુબ જ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવે છે. રાજકોટ શહેરમાં કોરોના સંકરણની ચેઈન તોડવા મનપા દ્વારા ઘરે ઘરે જઈને સેવાઓ આપવામાં આવે છે.જેમાં તા.૧૭-૦૯-૨૦૨૦ ના દિવસે ૧૦૩૧ સર્વેલન્સની ટીમ દ્વારા ૬૧૯૩૫ ઘર–કુટુંબને સર્વે કરવામાં આવ્યા હતા જેમાંથી ૫૮ વ્યક્તિઓને શરદી,ઉધરસ,તાવના લક્ષણો જોવા મળ્યા હતા અને તેમને સારવાર પણ આપવામાં આવી હતી.

મનપા દ્વારા ૫૦ ધનવંતરી રથ કાર્યરત કરેલ છે,જેમાં તા. ૧૭-૦૯-૨૦૨૦ ના રોજ સરેરાશ ૨૨૫ની ઓ.પી.ડી.સહીત ૧૧૨૭૪ વ્યક્તિઓએ સેવાનો લાભ લીધો હતો. ઉપરાંત મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૭૩૭ વ્યક્તિઓની ઓ.પી.ડી.નોંધાયેલ છે.

   શહેરીજનો માટે શરૂ કરેલ ‘૧૦૪ સેવા’ અંતર્ગત તા.૧૭મીના રોજ કુલ ૨૫૦ ફોન આવેલ છે અને તમામ વ્યક્તિઓને સેવા ઉપલબ્ધ કરાવેલ છે,જેમાં ફોન કરનારને સરેરાશ માત્ર ૬૩ મીનીટમાં સેવા ઉપલબ્ધ કરાવેલ છે.આ જ રીતે ‘૧૦૮ સેવા’ માં ૮૮ ફોન આવેલ છે અને તેમાં પણ સરેરાશ માત્ર ૧૭.૨૩ મીનીટમાં સેવા ઉપલબ્ધ કરાવેલ છે.

   હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીમાં માટે મનપા દ્વારા કાર્યરત સંજીવની રથ દ્વારા તા. ૧૭ ના રોજ ૭૪૧ ઘર – કુટુંબની હેલ્થ ચકાસણી કરવામાં આવી હતી.