By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    7 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 week ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    20 hours ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    20 hours ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    21 hours ago
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    7 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    7 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહેર સમાજનો મહાકાવ્યિક રાસોત્સવ: મણિયારા રાસ અને લોકગીતોના ગુંજ સાથે ગરબાના રંગે રંગાયું પાંચમું નોરતું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોરબંદર > મહેર સમાજનો મહાકાવ્યિક રાસોત્સવ: મણિયારા રાસ અને લોકગીતોના ગુંજ સાથે ગરબાના રંગે રંગાયું પાંચમું નોરતું
પોરબંદર

મહેર સમાજનો મહાકાવ્યિક રાસોત્સવ: મણિયારા રાસ અને લોકગીતોના ગુંજ સાથે ગરબાના રંગે રંગાયું પાંચમું નોરતું

Khaskhabar Editor
Last updated: 2024/10/09 at 5:22 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર

ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજિત મહેર નવરાત્રી રાસોત્સવ – 2024માં પાંચમાં નોરતે છેલ્લા ત્રણ દિવસની જેમ આજે પણ સમગ્ર ગ્રાઉન્ડ સમાજના ખેલૈયાઓ અને તેઓને નિહાળવા પધારેલ જ્ઞાતિજનોથી છલકાઈ ગયું હતું. આજે પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં પ્રસ્તુત મેર લાડાઓના બળકટ ભાવોને રજૂ કરતાં મણિયારા રાસ અને મેરાણીઓના ઉર્મિસભર રાસડાઓની ગુંજથી પાસેનો સમંદર પણ જાણે કે થંભી ગયો હતો. નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની ઉપાસના થાય છે. મોક્ષના દ્વાર ખોલનારા સ્કંદમાતા પરમ સુખદાયી છે. સાથે જ તે સાક્ષાત દુર્ગાનું પ્રતીક છે. માતાજીના સ્વરૂપની આ પ્રાસંગિકતા અનુસાર મહેર મહેર મહિલા મંડળના બહેનો દ્વારા માતાજીનો શણગાર કરવામાં આવ્યો હતો અને તે મુજબ માતાજીની આરતી સાથે નવરાત્રિના પાંચમા પર્વની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં આજે યુકે થી પધારેલ સંસ્થાના પ્રમુખ અને આ સમગ્ર કાર્યક્રમના પ્રેરક અને માર્ગદર્શક વિમલજીભાઈ ઓડેદરા અને સંસ્થાના મહામંત્રી બચુભાઈ આંત્રોલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.આજે ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓનો ઉત્સાહ જાણે કે પાસે જ ઘૂઘવતા સમંદરની ગહેરાઈઓને પડકારતો હોય એમ સાતમા આસમાને હતો. તાળી રાસ, દાંડિયા રાસ, મણિયારો રાસ જેવા રાસના લગભગ દરેક સ્વરૂપોને ખેલૈયાઓએ મન ભરીને માણ્યા હતા. એટલું જ નહિ, જ્ઞાતિના લગભગ દરેક કાર્યક્રમોમાં પોતાનું ઇનોવેટીવ પ્રદાન કરતી રહેલી દીકરી નિલ્પાબેન મોઢવાડીયાએ કરેલા સૂચન ધ્યાને લઇ આજે કોઈ પણ જાતના મ્યુઝિક વગર શ્રી મહેર મહિલા મંડળની બહેનો દ્વારા ગવાયેલ લોકગીતના સુરે બહેનો દ્વારા પ્રાચીન રાસડા પણ રજૂ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

માં લીરબાઈની આરતીમાં મોબાઈલની ફ્લેશ લાઈટના સહારે દિવડા ઝગમગ ગીત રજૂ થયું ત્યારે સમગ્ર વાતાવરણ ભાવવિભોર બની જવા પામ્યું હતું. આજના આ કાર્યક્રમમાં દેશના પ્રખ્યાત ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ માં ફિલ્મી દુનિયાના સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે હોટ શીટ પર બિરાજમાન થઈ રૂપિયા 25 લાખનું માતબર ઈનામ પ્રાપ્ત કરનાર શિશલી ગામથી જ્ઞાતિની મેઘાવી દીકરી જયાબેન ઓડેદરાનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોમાં જિલ્લા કલેકટર ધાનાણી સાહેબ, આરડીસી રાયજાદા સાહેબ, ડી.વાય.એસ.પી. ઋતુ રાબા, આઇ.એમ.એ.ના સિનિયર ડોકટરો, પોરબંદર ન્યાયતંત્રમા ફરજમાન વિવિધ જજો તેમજ અન્ય અધિકારીશ્રીઓ પરિવાર સાથે પધારેલ હતા.

આ ઉપરાંત શ્રી મહેર સુપ્રિમ કાઉન્સિલના સ્થાપક પ્રમુખ વિરમભાઇ ગોઢાણીયા, હીરાંબેન અર્જુનભાઈ મોઢવાડિયા, સામતભાઈ ઓડેદરા, ભુરાભાઈ કારાવદરા, રામભાઈ મેપાભાઈ ઓડેદરા, વિક્રમભાઈ ઓડેદરા, પ્રતાપભાઈ કેશવાલા, પ્રતાપભાઈ બોખીરીયા, મસરીજી ઓડેદરા, અશોકજી ઓડેદરા, રાણાભાઇ સિડા, વિંજાભાઈ ઓડેદરા રામભાઇ જાડેજા, અરજનભાઈ કેશવાલા (રાજકોટ), ભીખુભાઈ સોપારીવાળા, માલદેભાઈ ગરેજા, કરશનભાઈ ઓડેદરા (મહેર આર્ટ પરિવાર), લાખણશી ભાઈ ગોરાણીયા, જ્ઞાતિના ડો. રામદેભાઈ રાતાડીયા, ડો.મહેન્દ્રભાઈ ઓડેદરા, ડો.કરણભાઈ કેશવાલા સહિતના જ્ઞાતિના ડોક્ટર પરિવાર તેમજ કનુભાઈ ઓડેદરા, અરભમભાઈ ચુંડાવદરા, શાંતિબેન ઓડેદરા, જયભાઈ ઓડેદરા સહિતના જ્ઞાતિના વકીલ પરિવાર તેમજ ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ, ડો .સુરેશભાઈ ગાંધી તેમજ પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર ભાઈઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે પોતાના વિભાગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકો, ભાઈઓ અને બહેનોને ઉપસ્થિત મહેમાનો, આગેવાનો અને સંસ્થાના કાર્યકર્તાઓના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવેલ. દરરોજની જેમ આજના આ કાર્યક્રમનું સુંદર સંચાલન પણ પોપટભાઈ ખુંટી અને જયેન્દ્રભાઈ ખુંટી દ્વારા કરવામાં આવેલું હતું. નવરાત્રી રાસોત્સવના આ સમગ્ર આયોજનમાં સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા અને મહામંત્રી બચુભાઈ આંત્રોલીયાના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ તેમજ નવરાત્રી સમિતિના અધ્યક્ષ અરજનભાઇ ખિસ્તરીયા , ઉપપ્રમુખ તેમજ સહઅધ્યક્ષ નવઘણભાઈ બી મોઢવાડીયા, ક્ધવીનર જયેન્દ્રભાઈ ખુંટી તેમજ પરબતભાઈ કેશવાલા સાથે સંસ્થાના કાર્યકર્તાઓ તથા મહેર મહિલા મંડળના બહેનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

You Might Also Like

પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી

પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા

TAGGED: Mahar Samaj
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદર LCB ટીમે બરડાડુંગરમાં વધુ એક દારૂની ભઠ્ઠીનો નાશ કર્યો
Next Article નવરાત્રિમાં વડોદરા બાદ વધુ એક ગેંગરેપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
વિધાનસભાના સત્રમાં 5 કાયદાને આવરી લેતું મહાવિધેયક મુકાશે
દેશમાંથી વાદળો અદ્રશ્ય!
વડોદરામાં PM મોદીનું રેમ્પ વૉક : GEN-Zનો જોશ હાઈ
ટંકારાના નાના જડેશ્વર મહાદેવ મંદિરે વિશ્વવિખ્યાત બજરંગ ભવાઈ મંડળની ભવ્ય રજૂઆત
ગિરિરાજ હોસ્પિટલનું 7થી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ આરોગ્ય અભિયાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પોરબંદર

પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
પોરબંદર

પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
પોરબંદર

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?