વન વિભાગની મીઠી નજર હેઠળ ધમધમી રહી છે અનેક ભઠ્ઠીઓ
એક તરફ બરડા સફારી દર્શનની વાતો બીજી તરફ બુટલેગરોને છુટો દોર
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર એલસીબી ટીમે વધુ એક વખત બરડા ડુંગર માં ધમધમી રહેલી દેશી દારૂની ભઠ્ઠી નો નાશ કર્યો છે પોરબંદર એલસીબી ટીમ ને બાતમી મળી હતી કે બરડાડુંગર માં ખંભાળા ડેમથી દક્ષીણે આશરે એક કી.મી. દૂર પાણીની જરમાં નાથા જીવાભાઈ રબારી (રહે. બરડાડુંગર શેરમણકીનેશ તા. રાણાવાવ)નામના શખ્સે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી શરુ કરી છે.
આથી એલસીબી ટીમે તુરંત ત્યાં દોડી જઈ દેશી દારૂ લી. 130 કિ. રૂા. 26,000 તથા દારૂની વાસવાળા 50-50 લીટરના પ્લાસ્ટીકના કેરબા, પતરાના ડબ્બા, દેશી દારૂ બનાવવાનો આથો લીટર 600 કિ.રૂા. 15,000, પ્લાસ્ટિકના બેરલ, પતરાનું ફિલ્ટર બેરલ મળી કુલ રૂા. 44,210નો મુદામાલ કબજે કરી ભઠ્ઠી નો સ્થળ પર જ નાશ કર્યો છે જયારે આરોપી નાથા હાજર મળી આવ્યો ન હતો તેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા અવારનવાર બરડા ડુંગર માં દરોડા પાડી દેશી દારૂ ની ભઠ્ઠીઓ નો નાશ કરવામાં આવે છે પરંતુ જેની જવાબદારી છે તે વન વિભાગ આ મામલે આંખ આડા કાન કરી રહ્યું છે છેલ્લા 6 માસ માં વન વિભાગે માત્ર 10 ભઠ્ઠીઓ પકડી છે જયારે પોલીસે 30 થી વધુ ભઠ્ઠી નો તો નાશ કર્યો છે.
એક તરફ તંત્ર બરડા ડુંગરમાં પ્રવાસન ક્ષેત્રને વેગ મળે તે માટે બરડા જંગલમાં સફારી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે જયારે બીજી તરફ હજુ પણ બરડા ડુંગર માં ઠેરઠેર દેશી દારૂ ની અનેક ભઠ્ઠીઓ ધમધમી રહી છે ત્યાર પ્રવાસીઓ ને સિંહ ના દર્શન તો સફારી દરમ્યાન થાય કે નહી પરંતુ ભઠ્ઠીઓ અવશ્ય નજરે ચડશે તેવું સમગ્ર પંથક માં ચર્ચાઈ રહ્યું છે.