By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને લીલી ઝંડીઃ આર્થિક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
    UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક
    2 days ago
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    3 days ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    3 days ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    34 minutes ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રામનવમીને તા.10 એપ્રિલથી પાંચ દિવસ માટે માઘવપુર ઘેડ ખાતે લોકમેળો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સૌરાષ્ટ્ર કચ્છ > રામનવમીને તા.10 એપ્રિલથી પાંચ દિવસ માટે માઘવપુર ઘેડ ખાતે લોકમેળો
સૌરાષ્ટ્ર કચ્છ

રામનવમીને તા.10 એપ્રિલથી પાંચ દિવસ માટે માઘવપુર ઘેડ ખાતે લોકમેળો

Khaskhabar Editor
Last updated: 2022/04/07 at 5:22 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

માધવપુરનો માંડવોને જાદવકુળની જાન પરણે રાણી રુકમણી, વર વાંછિત શ્રી ભગવાન

– જિતેન્દ્ર નિમાવત

- Advertisement -

રાષ્ટ્રપતિ ઉપરાંત ગુજરાત રાજ્યના રાજ્યપાલ તથા મુખ્યમંત્રી તેમજ ઉત્તર-પૂર્વ રાજ્યોના રાજ્યપાલઓ, મુખ્યમંત્રીઓ સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત

માધવપુરનો મેળો માત્ર મેળો નથી પણ આપણી સાંસ્કૃતિક ધરોહર છે, જે પશ્રિમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડે છે

મેળોએ ગુજરાતની આગવી ઓળખ છે. લોક જીવનનો ઉમંગ, ઉત્સાહ, લોકસંસ્કૃતિની રંગીન કલાત્મકતાનો આનંદ મેળામાં જોવા મળે છે. ગુજરાતી લેખક રમેશ પારેખ લખે છે. આ મનપંચામના મેળામાં સૌ જાત લઇને આવ્યા છે. કોઇ આવ્યા છે સપનુ લઇને કોઇ રાત લઇને આવ્યા છે. સહિત્ય અને સિનેમામાં પણ મેળાના માધ્યમથી પ્રેમ,કરૂણ, રોદ્ર સહિત જુદા-જુદા માવરસનુ નિરૂપણ કરાયુ છે.

- Advertisement -

ગુજરાતમાં યોજાતા તરણેતરનો મેળો, ભવનાથનો મેળો, કાત્યોકનો મેળો, માધવપુરનો મેળો, ગોળ ગધેડાનો મેળો જેવા અનેક પ્રાચીન મેળાઓ તથા પતંગ મહોત્સવ, રણોત્સવ, તાના-રીરી મહોત્સવ, નવરાત્રિ, કાકરીયા કાર્નિવલ જેવા ગુજરાતના લોકોત્સવો દેશ વિદેશમાં લોકપ્રિય બન્યા છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરવામાં મેળાઓ-લોકોત્સવોનું અનેરૂ મહત્વ છે. મેળા એ માનવ પ્રેમનું પ્રતીક છે. મેળાઓ-લોકોત્સવો લોકોને આપસમાં જોડવાનું કામ કરે છે.

પોરબંદર જિલ્લામાં આવેલુ માધવપુરનુ સ્થળ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલુ ઐતિહાસિક સ્થળ છે. શ્રી કૃષ્ણ-રૂકમણીના પવિત્ર લગ્ન બંધનનું સાક્ષી રહેલા આ સ્થળે આવતા યાત્રીકો ધન્યતા અનુભવતા હોય છે. શ્રી કૃષ્ણની યાત્રા અને એમના જીવનમાંથી એક ભારતની પ્રેરણા મળે છે. તેમની પ્રેરણા માધવપુરના માંડવે અનુભવાય છે. રૂકમણી સાથે કૃષ્ણનો મિલાપ એ પશ્રિમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડવાનો અનેરો પ્રસંગ છે. કોરોનાની સ્થિતિના કારણે મેળાઓ-લોકોત્સવો સારી રીતે ઉજવાયા ન હતા . પરંતુ હવે સ્થિતિ બદલાઇ છે. કોરોના પ્રતિરોધક રસીના ડોઝથી ફરી મન મોર બની થનગનાટ કરવા આતુર છે. માધવપુરનો મેળો માત્ર મેળો નથી પણ આપણી સાંસ્કૃતિક ધરોહર છે. વિકાસના પથ પર અગ્રેસર ગુજરાત રાજ્યએ આધુનિકતાની સાથો-સાથ આપણી પરંપરાઓ અને સંસ્કૃતિની પણ સુપેરે જાળવણી કરીને તેને આધુનિકતાની સાથે જોડવાનુ કાર્ય કર્યુ છે. આપણી ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરી મેળા-લોકોત્સવને આર્થિક પ્રગતિમાં જોડીને ગુજરાત સરકારે પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા વર્ગને પણ પ્રોત્સાહિત કરીને પ્રવાસન ઉધોગને બળ પુરુ પાડ્યુ છે.

મેળામાં લોકો દર્શન કરે, વેપાર કરે, ખરીદી કરે, કલાકારો કલા-નૃત્ય કરે, પરંપરાગત વ્યવસાયને ઉતેજન મળે, જુદા-જુદા પ્રાદેશિક વિસ્તારોની ખાણીપીણી, પહેરવેશ, કલા વગેરેને મેળામા સ્ટોલ માટે જગ્યા ફાળવીને ગુજરાત સરકારે એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં સંકલ્પને સાર્થક કરવા હંમેશા પ્રયાસો કર્યા છે. મેળામાં હૈયે હૈયુ હરખાતુ હોય છે. તરણેતરનો મેળો યુવાઓનો મેળો છે. ભવનાથનો મેળો ભક્તિ ભજન અને આ માધવપુરનો મેળો પવિત્ર દાંપત્ય યુગલ, ભાતીગળ સંસ્કૃતિ સાથે ભગવાનનો પ્રસંગ ઊજવવાનો પવિત્ર મેળો છે. કૃષ્ણ-રૂકમણીના મિલાપ સ્થળ માધવપુર પણ ભગવાનના પવિત્ર વિવાહ લગ્નનુ સાક્ષી છે. સૈારાષ્ટ્રના દરિયા કાઠે પોરબંદર નજીક માધવપુર ખાતે વર્ષોથી યોજાતા ભગવાનશ્રી કૃષ્ણના વિવાહ પર્વ પ્રસંગે યોજાતા પરંપરાગત મેળામા ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી એક ભારત,શ્રેષ્ઠ ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય એકતાને ઉજાગર કરતી કૃતિઓ/ મલ્ટી મીડિયા શો, આત્મ નિર્ભર ભારત અંતર્ગત ઉધમીઓના સ્ટોલ સહિત રાજ્ય તથા દેશના પ્રવાસન વિકાસના ધ્યેય સાથે યોજાતા વિવિધ કાર્યક્રમોમા રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે. ચૈત્ર માસની રામનવમી તા.10 એપ્રિલથી તા.14 એપ્રિલથી સુધી પાંચ દિવસ માટે માધવપુર ખાતે લોક મેળાનું આયોજન કરાયુ છે.

ભારતના રાષ્ટ્રપતિશ્રી તથા નોથે-ઇસ્ટ રાજયોના ગવનેરશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીઓ, તથા ગુજરાત રાજયના રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવો, પદાઘિકારીશ્રીઓ, અઘિકારીશ્રીઓ તથા નામાંકિત કલાકારો પણ મેળામાં ઉપસ્થિત રહી મેળાની શોભા વધારશે.

રામ નવમીના પાવન પર્વ પર માધવપુર માધવરાયજીના મંદિરે મંડપ રોપાય છે. અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ચૈત્ર નોમ, દશમ તથા અગિયારશના રોજ ત્રણ દિવસ સુધી ભગવાનનુ ફૂલેકુ નીજ મંદિરથી નીકળે છે. જેને વર્ણાગી કહેવામામ આવે છે. આ ફૂલેકુ ત્રણ દિવસ સુધી રાત્રે 9 કલાકે નીજ મંદિરથી નીકળી મુખ્ય બજાર થઇને બ્રમ્હ કુંડ થઇ રાત્રે 12 કલાકે નીજ મંદિરે પરત ફરે છે. ચૈત્રસુદ બારસે વિવાહ ઉત્સવ યોજાય છે. રુકમણીજી ઉત્તર ભારતના હતા. માટે આ પ્રસંગે ઉત્તર-પુર્વના 8 જેટલા રાજ્યોમાથી કલાકારો, મહેમાનો મહાનુભાવો પણ મેળામા ઉપસ્થિત રહેશે. પોરબંદર નજીક આવેલ કડછ ગામના લોકો વાજતે ગાજતે ધ્રજા લઇને લગ્નનુ મામેરૂ પુરવા આવે છે.

આ દ્રશ્યો જોવા એ પણ એક અવસર છે. ઓઝત, ભાદર અને મધુવંતિ નદીના ત્રિવેણી સંગમ તથા અરબી સમુદ્રના કાઠે આવેલા પ્રાકૃતિક સૌદર્યથી ભરપુર એવા માધવપુર ખાતે રુકમણી મઠથી શ્રી કૃષ્ણનુ સામૈયુ કરવામાં આવે છે. અને સાંજે ભગવાન કૃષ્ણની જાનનુ પ્રયાણ થાય છે. મધુવનમા જાન આવે છે. અને ક્ધયા પક્ષ દ્રારા જાનનુ સ્વાગત કરી લગ્નની વિધિ યોજાય છે. અને ચૈત્ર સુદ તેરસના દિવસે વહેલી સવારે જાન વિદાય આપવામાં આવે છે. આમ ભગવાનશ્રી કૃષ્ણ તથા રુકમણીજીના શાસ્ત્રોકત વિધિ મુજબના લગ્ન યોજાય છે. ભગવાનના આ લગ્નમાં ઉપસ્થિત રહેવુ એ એક લ્હાવો છે.

You Might Also Like

કચ્છમાં વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપ; રાપર અને ભચાઉમાં ધરા ધ્રુજી

ભચાઉ હાઈવૅ પર 4 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત: માસૂમ બાળક સહિત બેનાં મોત

ભુજમાંથી એક મહિલા સહિત 3 કાશ્મીરીની અટકાયત, ત્રણેયના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા

દ્વારકા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રનું ઉદ્ઘાટન

રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ એરપોર્ટ પર સુવિધા વધી, એકસાથે 5 ફ્લાઇટ પાર્ક થઈ શકશે
Next Article મબલખ ઉત્પાદન છતાં ખેડૂતોને પુરતાં ભાવ મળતા નથી ને માર્કેટમાં બધું મોંઘુંદાટ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે
રાજકોટના વોર્ડ-5ના યુવા કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો આજે જન્મદિવસ
હરિહર ચોક ખુલ્લો મુકાતા હજારો વાહનચાલકોને રાહત
સર્વેશ્વર ચોક કા રાજા : ત્રીજા દિવસે મહાઆરતીમાં ભક્તિભાવ સાથે ગુંજી ઉઠ્યો ગણપતિ બાપ્પાનો જયઘોષ
રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સૌરાષ્ટ્ર કચ્છ

કચ્છમાં વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપ; રાપર અને ભચાઉમાં ધરા ધ્રુજી

Khaskhabar Editor Khaskhabar Editor 9 months ago
સૌરાષ્ટ્ર કચ્છ

ભચાઉ હાઈવૅ પર 4 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત: માસૂમ બાળક સહિત બેનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 9 months ago
સૌરાષ્ટ્ર કચ્છ

ભુજમાંથી એક મહિલા સહિત 3 કાશ્મીરીની અટકાયત, ત્રણેયના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 10 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?