શિક્ષિત બેરોજગાર યુવક યુવતીઓને ન્યાય અપાવવાના હેતુસર પાસ આગેવાન દિનેશ બાંભણીયા પણ ઉપસ્થિત રહ્યા
મોંઘાદાટ અભ્યાસ બાદ પણ રોજગાર ના મળતા શિક્ષિત બેરોજગારો દ્વારા નવતર પ્રકારે સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો
હાલમાં છેલ્લા 8 મહિના થી એલ.આર.ડી, ટાટ, જી.પી.એસ.સી., લેક્ચરર, એસ.આર.પી., તેમજ ટેટ ભરતી ના બેરોજગાર યુવક-યુવતીઓ ગુજરાત સરકાર સામે પોતાની લડત લડી રહ્યા છે, અને તેઓને ન્યાય ન મળતા છેવટે ચૂંટણીમાં ઝંપલાવવા માટે આજે 61 લીંબડી વિધાનસભા ની પેટા ચૂંટણી માં લડવા માટે અલગ અલગ શહેર માંથી 109 થી વધુ બેરોજગાર વિધાર્થીઓ આવીને લીંબડી સેવા સદન ખાતે ફોર્મ માટે લાઇન લગાવી હતી, ત્યારે આ વેળાએ શિક્ષિત બેરોજગાર યુવક યુવતીઓને ન્યાય અપાવવાના હેતુસર અને માર્ગદર્શન આપવાના હેતુસર પાસ આગેવાન દિનેશ બાંભણીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ, મોંઘાદાટ અભ્યાસ બાદ પણ રોજગાર ના મળતા શિક્ષિત બેરોજગારો દ્વારા નવતર પ્રકારે સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે.
- રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી