તલાટીઓને સતાઓ આપી નોટરી તેમજ વકીલ આલમને અન્યાય થતાં આવેદન આપવામાં આવ્યું

તાજેતરમાં સરકાર દ્વારા તલાટી કમ મંત્રીઓને કાયદાની જોગવાઇઓનો ભંગ કરીને સોગંદ ઉપર જુદા જુદા ૨૨ પ્રકારના સોગંદનામા કરવાની વધારાની સત્તા આપવામાં આવતા લીંબડી બાર એસોસિયેશન દ્વારા લીંબડી તાલુકા સેવાસદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, આ સત્તા આપવા માટે લોકસભા અને રાજ્યસભામાં સુધારાનું બીલ લાવી પસાર કરવાને બદલે ગુજરાત સરકારે મનસ્વી રીતે ફક્ત ઠરાવ કરીને તલાટી ને વિશાળ સત્તા આપીને સમગ્ર વકીલ આલમને અન્યાય કરેલ છે,અને આનાથી રેવન્યુને લગતા ખોટા સોગંદનામા થવાની શક્યતા વ્યક્ત થવા પામી છે, સામાન્ય અને ગરીબ પ્રજાને મોટુ નુક્સાન જવાની ભિતી પણ વ્યક્ત થવા પામી છે, અને ભ્રષ્ટાચાર પણ વધે તેમ છે, આથી આ મામલે લીંબડી બાર એસોસિએશન તેમજ લીંબડી – ચુડા નોટરી એસોસિએશન વકીલો કિરણભાઈ ખાખી, મહેન્દ્રભાઈ દવે, હર્ષદભાઈ રાવલ, અલપેન્દ્રસિંહ ઝાલા, વિપુલભાઈ શાહ, નટુભાઈ પટેલ, વિગેરે દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે,આગામી દિવસોમાં સુધારો પરત લેવામાં નહી આવેતો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવા ની ચીમકી ઉચ્ચારી છે.

  • રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી